• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવવધારો

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જે અનુસાર ઇફ્કોએ એનપીકે 102626 ખાતર અને એનપીકે 123216 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ પર ઇફ્કોએ 250 રૂા.નો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ નવો ભાવ રૂપિયા 1720 પહોંચ્યો છે. ત્યારે ઇફ્કો દ્વારા રૂપિયા 250નો બોજો નાખવામાં આવતાં ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.  વધુ મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરીના જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફ્કોએ જણાવ્યું હતું. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવી અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd