• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

સિદ્ધારમૈયાને મોટો ઝટકો

બેંગલોર, તા. 17 : મુદા જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય લોકોની 300 કરોડ રૂપિયાની 140થી વધુ સંપત્તિ જપ્ત કરી લીધી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી નાણાંની ગેરકાયદે હેરફેરના કેસમાં કરતાં 142 સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. સિદ્ધારમૈયાનાં પત્ની પાર્વતીને જે 14 સાઈટ્સ અપાઈ છે, તેની કિંમત 56 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. અન્ય સંપત્તિઓ મુદા તરફથી અન્ય અનેક રિયલ એસ્ટેટ કારોબારીઓને પણ ફાળવાઈ હોવાનો ખુલાસો ઈડીની તપાસમાં કરાયો હતો. આરોપો પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 2020-21માં ભાજપની સરકાર હતી, ત્યારે પત્નીને જમીન ફાળવાઈ હતી. હકીકતમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર એવો આરોપ મૂકાયો હતો કે, તેમણે મુદા દ્વારા સંપાદિત લગભગ ત્રણ એકર જમીનના બદલે પોતાનાં પત્ની બી.એમ. પાર્વતીના નામ પર 14 સાઈટ મેળવવા માટે રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આ જમીન મૂળરૂપે 3 લાખ, 24 હજાર 700 રૂપિયામાં સંપાદિત કરાઈ હતી, જ્યારે મુખ્યપ્રધાનનાં પત્ની પાર્વતીને હાર્દસમા વિસ્તારમાં મળેલી 14 સંપત્તિની કિંમત 56 કરોડ રૂપિયા છે. ગેરકાયદે લેવડ-દેવડમાં સામેલ મુદાના અધ્યક્ષ અને કમિશનર સાથે સંબંધિત સ્થાવર સંપત્તિ, રોકડ તેમજ અન્ય સાઈટ્સ પણ જપ્ત કરાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd