• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

અંતરજાળમાં જુગાર રમનારા પાંચ મહિલા સહિત છની અટક

ગાંધીધામ, તા. 17 : તાલુકાના અંતરજાળમાં જાહેરમાં જુગાર રમનાર પાંચ મહિલા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા. 36,740 જપ્ત કર્યા હતા. અંતરજાળના શાંતિનગરમાં પાણીના પ્લાન્ટ સામે ખુલ્લી જગ્યામાં અમુક લોકો ગોળ કુંડાળું વાળી જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે ગઇકાલે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં પોલીસે દરોડો પાડી જુગાર રમતા દિનેશબા ઉર્ફે દિવ્યાબા ઇન્દ્રસિંહ સરવૈયા (રહે. આશાપુરા સોસાયટી મેઘપર બોરીચી),  ચંદાબેન દિનેશ આસવાણી (રહે. તિરુપતિનગર-2, અંતરજાળ) સજ્જનબા હીરજી સોઢા (રહે.  શાંતિનગર-1 અંતરજાળ), મહેશ્વરીબા લક્ષ્મણસિંહ ઝાલા (રહે. ગાયત્રીનગર કિડાણા), અમિતાબેન ઉર્ફે હુરબાઇ ભૂરા મિયાણા (રહે. એકતાનગર અંજાર) તથા હીરજી અભેસિંહ સોઢા (રહે. શાંતિનગર અંતરજાળ)ને પકડી પાડયા હતા. પકડાયેલા આ લોકો પાસેથી રોકડ રૂા. 36,740 તથા ગંજીપાના જપ્ત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd