ભુજ, તા. 17 : ભુજ માકપટ જૈન પરિવાર તથા ભુજ માકપટ જૈન યુવા
ગ્રુપ દ્વારા ઇન્ડોર ગેમ્સ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ ટીવી, મોબાઇલના
યુગમાં જ્ઞાતિજનો રમતગમત તરફ વળે એ ઉદ્દેશથી આયોજન કરાયું હતું. ટેબલ ટેનિસ, કેરમ,
ચેસ, ભરત-ચરત, ઉનો, સિક્વન્સ, લુડો, ઝેંગા વગેરે અલગ અલગ ગેમનો સમાવેશ કરાયો હતો, જેમાં
200થી પણ વધારે સભ્યોએ ભાગ લીધો હતો. સમાજના અગ્રણીઓ જયેન્દ્ર શાહ, કમલેશ સંઘવી, પ્રવીણ
મહેતા, સુરેશ શેઠ, પ્રકાશ ગાંધી, ધીરેન લાલન,
વિનોદ શેઠ, વીરસેન શાહ વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન યુવા ગ્રુપ પ્રમુખ કેયૂર શાહ
તથા મંત્રી હર્ષ મહેતાના નેતૃત્વ હેઠળ ભુજ
માકપટ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું તથા વ્યવસ્થા ચંદ્રકાંત મહેતા તથા વીનેશ શાહ,
હેન્સી શાહ, વૃક્ષી શાહ દ્વારા કરાઇ હતી, એવું ભુજ માકપટ જૈન પરિવારના મંત્રી પ્રવીણ
મહેતાએ યાદીમાં જણાવ્યું હતું.