• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો : વિશ્વને મહત્ત્વનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં વિનાશિકા આઈએનએસ સુરત, ફ્રિગેટ આઈએનએસ નીલગિરિ અને સબમરીન આઈએનએસ વાઘષિરનો સમાવેશ કરવાના કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું છે કે, ભારત વિશ્વનું વિશ્વસનીય, જવાબદાર દરિયાઈ શક્તિ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે. ભારત વિસ્તારવાદ માટે નહીં, પરંતુ વિકાસ માટે કામ કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું કે, ભારતે કાયમ ખુલ્લા, સુરક્ષિત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક પ્રદેશને ટેકો આપ્યો છે. આ પહેલીવાર બની રહ્યું છે, જ્યારે ભારતીય બનાવટની એક વિનાશિકા, એક ફ્રિગેટ અને એક સબમરીનને એકસાથે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યાં છે. આ ત્રણે સ્વદેશી છે. ફ્રિગેટ યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. સેના દિવસની ઉજવણીમાં આ ઘટના વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભારતે આધુનિક હથિયાર, ટેન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, પરમાણુ સબમરીન, હાઈટેક યુદ્ધ જહાજો વગેરેથી પોતાની સૈન્ય ક્ષમતાને સજ્જ કરી છે. જેનાથી ભારતની સેના આજે વિશ્વની મોટી શક્તિશાળી સેના બની છે. સંયુક્ત રાષ્ટ્રની સેના શાંતિ સેનાદળમાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારત પોતાના પાડોશીઓનું રક્ષણ કરતું રહ્યું છે. હિન્દ-પ્રશાંત મહાસાગર, અરબ સાગર, લાલ સાગર, ચીનની ખાડી વગેરે જળ ક્ષેત્રમાં મોટી નૌવહન શક્તિઓ છે. ગ્લોબલ સાઉથમાં ભારત, ચીન પછી બીજી સૌથી મોટી સેનાશક્તિ છે, પરંતુ ચીનની સેનાશક્તિ પર બીજા દેશોને વિશ્વાસ નથી કારણ કે, ચીનનો 13 પાડોશી દેશ સાથે સીમા વિવાદ છે અને ચીનની વિસ્તારવાદી નીતિ વિવાદોમાં રહી છે. ચીન કોઈના માટે પણ વિશ્વસનીય નથી. આ માટે ગ્લોબલ સાઉથના કોઈપણ દેશ ચીનથી પોતાને સુરક્ષિત નથી સમજતા, જ્યારે કે ભારતને આખા વિશ્વ અને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર સાથીના રૂપમાં ઓળખવામાં આવે છે. 1962ના યુદ્ધ પછી ગલવાનની ઘટનાએ ચીનને ભારતની નજરમાં અવિશ્વનીય બનાવી દીધું છે. આને લઈ સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 77મા સેનાદિવસ પર ટૂંકમાં ચેતવણી આપી છે કે, ગલવાનમાં જે કંઈ થયું તેવી ઘટના ફરી નહીં બનવી જોઈએ. ભારત પોતાના પાડોશીઓની સાથે શાંતિ સંબંધોની તરફેણમાં રહ્યુyં છે, પણ ઉશ્કેરણી પર જડબાતોડ જવાબ પણ આપ્યો છે અને આગળ પણ આપતું રહેશે. ભારતે પોતાના સીમા ક્ષેત્રમાં રસ્તા, રેલ, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિશાળી બનાવ્યું છે. સેના ઉપકરણ નિર્માણમાં આત્મનિર્ભરતા ભણી વધ્યું છે. અંતરિક્ષ અનુસંધાન સંશોધન કેન્દ્ર (ઇસરો)એ તાજેતરમાં વિરાટ સિદ્ધિ મેળવી છે. વિકસિત ભારત સેના અને સર્વાંગી રીતે અધીક શક્તિશાળી બનશે અને આજે સેના રૂપથી સમર્થ ભારત વૈશ્વિક સુરક્ષા, અર્થતંત્ર અને ભૂ-રાજનીતિક ગતિશીલતાને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ સેનાશક્તિ બનવાની ક્ષમતા છે. એવામાં નૌસેનાની ઘાતક પ્રહાર ક્ષમતા વધે એનું વિશેષ મહત્ત્વ છે. આપણે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતમાં માનીએ છીએ, પણ નઠારા પડોશીઓનાં કાવતરાં-ઊંબાડિયાંને જોતાં સંરક્ષણની દૃષ્ટિએ સુસજ્જ રહેવું અનિવાર્ય છે. નૌસેનામાં એકસાથે ત્રણ કાફલાનો ઉમેરો દુનિયાને આપણા વધી રહેલા સામર્થ્યનો સંદેશ પણ માની શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd