ભુજ, તા. 17 : ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ભુજ ખાતે યોજાયેલી ચેસ
સ્પર્ધામાં અન્ડર-14 વર્ષની ગર્લ્સ વિભાગમાં સમગ્ર કચ્છ જિલ્લામાં સતત બીજાં વર્ષે
માંડવીની શ્રેયા ભાવિન ગણાત્રા ચેમ્પિયન બની છે. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ શાળામાં માંડવીમાં
અભ્યાસ કરતી શ્રેયાને કોચ તરીકે રંજનબેન ચંદારાણા તેમજ દક્ષભાઇ ઠક્કરનું માર્ગદર્શન
મળ્યું હતું. શ્રેયા રાજ્યકક્ષાની હરીફાઇમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે.