ભુજ, તા. 17 : ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ પર સકંજો કસતા દરોડામાં
અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલી દુકાનમાંથી વિવિધ કંપનીના ઘરેલુ તથા કોમર્શિયલ
ગેસના 27 બાટલા કિ.રૂા. 38,500 તથા એક મોબાઈલ મળી કુલ રૂા. 46,500નો મુદ્દામાલ નલિયા
પોલીસે કબજે કર્યો હતો અને દુકાનદાર મહેશભાઈ ખેતશીભાઈ મંગે (ભાનુશાલી)ની અટક કરી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે પડાયેલા દરોડામાં મોથાળામાં આવેલી જય
શ્રી સેતર બાવા ગેસ સર્વિસ નામની દુકાનમાં તપાસ કરાઈ હતી, જેમાં જુદી-જુદી કંપનીના
ઘરેલુ તથા કોમર્શિયલ ગસની 27 બોટલ મળી આવી હતી. પોલીસે દુકાનદારની અટક કરી મુદ્દામાલ
કબજે કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ વી.એમ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ
અનિરુદ્ધભાઈ ખુમાણ, સાગરભાઈ રાઠોડ, ડા. જીવરાજ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.