ભુજ, તા. 17 : અદાણી સંચાલિત જીએઆઈએમએસ જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓન્કો સર્જનની
નિમણૂક કરાતા જિલ્લાનાં કેન્સરના દર્દીઓને ફાયદો થશે. ભુજના ડો.હેત યોગેશ સોનીની જી.કે.માં
નિમણૂક થતાં કેન્સરના દર્દીઓના અન્નનળી, પેટ,
આંતરડા, સ્વાદુપિંડ, કિડની, ગર્ભાશય સહિતનાં ઓપરેશન અત્રે થશે. શત્રક્રિયા દૂરબીનથી કરાશે. શ્વાસનળી માટે બ્રોંકોસ્કોપી,
પેશાબની નળીની તપાસ માટે સિસ્ટોસ્કોપી, આંતરડા માટે કોલોનોસ્કોપી તથા એન્ડોસ્કોપી સહિતની
તપાસ પણ કરાશે. મંગળ તથા શુક્રવારે ઓપીડી જન. સર્જરીમાં મળશે. હોસ્પિટલના સર્જરી
વિભાગમાં ઓન્કો સર્જરી માટે નિમાયેલા સુપર સ્પેશિયાલીસ્ટ ડો. હેત સોનીએ ગૌહાટી ખાતે
સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટયૂટ મેડિકલ કોલેજમાં ફેલોશિપ કરેલી છે.