માંડવી, તા. 17 : ગુંદિયાળી રાજગોર સ્પોર્ટસ કલબ દ્વારા સ્વ.
ધ્વનિબેન પ્રકાશભાઇ બોડાની સ્મૃતિમાં શિક્ષણ ક્ષેત્રના લાભાર્થે આયોજિત અખિલ કચ્છ રાજગોર
ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025માં કુલ 32 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં નાઇસ મસ્કા
ટીમને હરાવીને આશાપુરા બાગ પ્રેરણા કપ- ત્રણમાં વિજેતા બની હતી. નાઇસે 12 ઓવરમાં
98 રન કર્યા હતા. છેલ્લા બોલ સુધી જામેલી આશાપુરા ટીમે લક્ષ્ય આંબ્યું હતું. ચેમ્પિયન
ટીમને 5100 રૂા. રોકડ પુરસ્કારના દાતા નીતિનભાઇ હીરાલાલ મોતા ગાંધીધામ તરફથી અપાયું
હતું. મેન ઓફ ધ મેચ જયેશ જોશી, સેકન્ડ મેજ ઓફ ધ મેચ અંકિત ગોર, મેન ઓફ ધ સિરીઝ રાજેશ
નાકર મુન્ના, બેસ્ટ બેટ્સમેન પિન્ટુ મોતા, બેસ્ટ બોલર અંકિત મોતા, બેસ્ટ ફિલ્ડર ઇશ્વર
વ્યાસ રહ્યા હતા. આયોજનના સહયોગી દાતા સ્વ. રવિલાલભાઇ કાકુભાઇ વ્યાસ હસ્તે મુકેશભાઇ
વ્યાસ, હસમુખભાઇ ચંદુલાલ નાકર, સુનિલભાઇ વ્યાસ, લાભશંકર બોડા, ચંદુલાલભાઇ માકાણી, શાત્રી
નિરવ મારાજ, આનંદ વ્યાસ, હીરાલાલ માકાણી રહ્યા હતા. વિજેતાના એવોર્ડ સમારોમાં મુખ્ય
દાતા પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ બોડા, મિતેશભાઇ મોતા, કીર્તિભાઇ ગોર, ઓસમાણભાઈ વાઘેર, રાજેશ
બોડા, દિક્ષિત મારાજ, નિલેશભાઇ કેશવાણી, દિનેશભાઇ મોતા, લાલજીભાઇ મોતા, આનંદભાઇ નાગુ
ઉપસ્થિત રહ્યા હતા. લવેશ મોતા, પ્રીતેશ માકાણી, મંગલ માકાણી, રોહન મોતા, મનોજ બોડા,
અંકિત પેથાણી, દિવ્ય બોડા, અલ્પેશ બોડા, મિતેષ બોડા કોમેન્ટરી અને સ્કોરિંગમાં અને
જીવંત પ્રસારણમાં સહયોગી રહ્યા હતા. સંચાલન કનૈયા માકાણી તથા ગિરીશ માકાણીએ કર્યું
હતું. હિતેન બોડા, જયેશ મારાજ, વસંત મારાજ, વિશાલ બોડા, અંકેશ મોતા, અતુલ વ્યાસ તથા
ક્લબના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.