પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 6 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી મતદારોની સંખ્યામાં 8,65,791 મતદારોનો વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં આ વધારો 1,80,708 મતદારો વધ્યા છે. ચૂંટણીપંચ દ્વારા આજે 01-01-2025ની સ્થિતિએ રાજ્યમાં મતદારયાદી જે પ્રસિદ્ધ કરી છે જેમાં રાજ્યમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 5,31,05,260 જેટલી થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં રાજકોટમાં સૌથી વધુ મતદારો વધ્યા છે જે 39,743 છે અને કચ્છમાં 28,164મતદારો વધ્યા છે. સૌથી ઓછા મતદારો બોટાદ જિલ્લામાં વધ્યા છે જે 5,861 મતદારો વધ્યા છે. લોકસભાની ચૂંટણી પછી ઓક્ટોબર-2024 માં ડ્રાફ્ટ રોલ જારી કર્યો હતો. આ પછી આજે મતદાર યાદી 01-01-2025ની સ્થિતિએ જે નોંધાયેલ છે તેની ચૂંટણી પંચે આખરી પ્રસિદ્ધિ કરી છે. નીચેના કોઠામાં સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં કેટલા મતદારોની સંખ્યા વધી છે તેની વિગતો આપવામાં આવી છે.
ક્રમ જિલ્લાનું નામ વધેલા કુલ મતદારો
1 રાજકોટ 39743
2 કચ્છ 28164
3 સુરેન્દ્રનગર 24372
4 જામનગર 18540
5 મોરબી 18477
6 જુનાગઢ 11733
7 દેવભૂમિ દ્વારકા 11404
8 ગીર સોમનાથ 10222
9 પોરબંદર 6322
10 અમરેલી 5870
11 બોટાદ 5861
કુલ 180708