દિલ્હી, તા. 5 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં
જામેલાં વાક્યુદ્ધ વચ્ચે `આપ' સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યા હતા.ખાસ પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલે કહ્યું હતું
કે, અમારા પર ગમે તેટલા અત્યાચાર કરી લો, પરંતુ દિલ્હીનો વિકાસ અટકવો ન જોઈએ. દિલ્હીનો
વિકાસ અમારા માટે સૌથી ઉપર છે. આજે ઉદ્ઘાટન કરાયું તે તમામ પરિયોજના કેન્દ્ર અને દિલ્હી
સરકારની સંયુક્ત પહેલ છે. એ જ બતાવે છે કે, દિલ્હી સરકાર કઈ રીતે વિકાસનાં કામ કરે
છે, તેવું પૂર્વ મુખ્યપ્રધાને મોદી પર પલટવાર કરતાં કહ્યું હતું. એક પછી એક આપના નેતાઓને
જેલમાં નાખ્યા છતાં અમે દિલ્હીનો વિકાસ અટકવા નથી દીધો.