• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ખાનગી ચેટ નહીં જોઇ શકે એજન્સીઓ

નવી દિલ્હી, તા.પ : મોબાઇલ ફોન, લેપટોપ જપ્ત કર્યા બાદ પણ તપાસ એજન્સીઓ ખાનગી ચેટ જોઈ નહીં શકે. કેન્દ્ર સરકારમાં નવો નિયમ ઘડવા હિલચાલ ચાલી રહ્યાનું સામે આવ્યું છે જેમાં સરકારી એજન્સીઓ જ્યારે તપાસ વખતે કોઈ ડિજિટલ અથવા દસ્તાવેજી ડોક્યુમેન્ટ જપ્ત કરે તો તેનું શું કરવું, શું નહીં ? એ નક્કી થશે. નવો નિયમ એટલા માટે ઘડવામાં આવી રહ્યો છે જેથી કોઈની અંગત ચેટ અથવા તપાસમાં ન જોડાયેલી હોય તેવી ચીજોને તપાસમાં સામેલ ન કરી શકાય. કેન્દ્ર સરકાર સરકારી એજન્સીઓ માટે ડિજિટલ અથવા દસ્તાવેજી ડોક્યુમેન્ટને જપ્ત કરવા તથા તેની સંભાળને લગતાં સામાન્ય દિશા-નિર્દેશ જારી કરશે.  અગાઉ અનેકવાર એવું થતું કે તપાસ એજન્સીઓ તપાસ દરમિયાન ઘણાં બધા ડિજિટલ ડોક્યુમેન્ટ જપ્ત કરી લેતી  હતી, જેમાં ઘણીવાર કોઈની પ્રાઇવેટ ચેટ પણ સામેલ હતી. જેથી લોકોની નિજતાનો ભંગ થતો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લોટરી કિંગ સૈંટિયાગો માર્ટિનના આઇફોનમાંથી તમામ ડિજિટલ રેકોર્ડસની રિકવરી પરરોક લગાવી દીધી હતી. ઈડીએ દરોડા દરમિયાન માર્ટિનના આઇફોન સાથે રૂ.1ર કરોડની રોકડ જપ્ત કરી હતી. ત્યાર બાદ માર્ટિને સુપ્રીમમાં અરજી કરી તપાસ એજન્સીઓને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરતાં રોકવાની માગ કરી હતી. માર્ટિને તર્ક આપ્યો હતો કે તેના આઇફોનમાં તેની પર્સનલ ચેટ છે જે તેના વિરુદ્ધના મની લોન્ડિંગ સાથે સંબંધધિત નથી. માર્ટિનને રાહત આપતાં સુપ્રીમે તેની અરજી અન્ય એક મામલા સાથે જોડી જેની સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd