• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

પોરબંદરમાં ચોપર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ

પોરબંદર/રાજકોટ, તા.5 : પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ઉતરાણ વખતે તૂટી પડવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. એર એન્કલી ખાતે એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેઈં થતા તેમાં જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવાસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.  બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ પોરબંદર એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં પોરબંદર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પોરબંદર એરપોર્ટ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ ઘટનામાં બે પાયલોટ અને એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ નીપજ્યું હતું.  આ દુર્ઘટનાની જાણ થતા એરપોર્ટ સંકુલમાં આવેલા કોસ્ટગાર્ડ એર એનકલેવ ખાતેથી એરપોર્ટમાંથી ફાયર ફાઇટર પહોંચી ગયા હતા. તે ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકના અગ્નિશમન વાહનને પણ દોડાવવામાં આવતા બે ફાઇાગયર ફાઇટર સાથે જવોના પહોંચી ગયા હતા અ‰ઁ પાણીનો મારો તાત્કાલિક ચલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો આગર પર કાબુ મેળવતા હતા. એ  દરમિયાન જ હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું હતું અને તેમાંથી ત્રણ જવાનોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કાર્ય હતા. બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે પોરંબદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયા, જિલ્લા પોલીસવડા ભગીરથસીંહ જાડેજા સહિત અનેક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે પોરબંદર ખાતે જઈ રહેલી ફ્લાઇટને રાજકોટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd