નવી દિલ્હી, તા. 3 : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને `આપ' સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન
મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપમાં ત્રણ `આપદા' છે. પહેલી તેની પાસે મુખ્યમંત્રીનો
ચહેરો નથી, બીજી કોઇ કથા નથી, ત્રીજી આપદા રૂપે ભાજપ પાસે કોઇ એજન્ડા નથી. કેજરીવાલે
`શીશમહેલ'ના મોદીના કટાક્ષનો જવાબ આપતાં
કહ્યું હતું કે, 2700 કરોડનાં ઘરમાં રહેનારનાં મોઢેથી શીશમહેલની વાત શોભતી નથી. છેલ્લાં
10 વર્ષમાં કેન્દ્ર સરકારે કોઇ કામ નથી કર્યું. તેમની પાસે ગણાવવા માટે કોઇ જ કામ નથી,
એટલે જ ગાળો આપી રહ્યા છે, તેવા પ્રહાર આપ નેતાએ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું
હતું કે, અમારી સરકારે દિલ્હીમાં એટલાં બધાં કામો કર્યાં છે, જે ગણાવવામાં પણ કલાકો
લાગી જાય.