• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

મુંદરાના દરિયામાં ટ્રોલર બોટની જળસમાધિ

ભુજ, તા. 5 : મુંદરાના વેસ્ટ પોટૃની બાજુમાં મધદરિયામાં યાંત્રિક ખામીના લીધે ટ્રોલર બોટ નૂરે શકુરએ ગઈકાલે રાતે જળસમાધિ લીધી હતી. જો કે, અડધીરાતે જીવ તાળવે બેસે તેવું મુંદરા મરીન પોલીસે રેસક્યુ ઓપરેશન આદરી બોટમાં પાંચ માછીમારને ઉગારી તેઓના જીવ બચાવી લીધા હતા. આ બચાવ કામગીરી અંગે મુંદરા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનને લઈને મુંદરા મરીન પોલીસના પીઆઈ પી.કે. રાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ ગઈકાલે રાતે બોટ લઈ દરિયામાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હે.કો. રમેશભાઈ આઈ. રબારીને રાતે 12 વાગ્યે જાણવા મળ્યું કે, મુંદરા વેસ્ટ પોર્ટ પાસે મધદરિયો એસ.પી.એમ.ની બાજુમાં ટ્રોલર બોટ નામે નૂરે શકુર યાંત્રિક ખામીના લીધે ડૂબવા લાગી છે. જેમાં પાંચ માછીમારો પણછે. દરમ્યાન આ બનાવ અંગે પીઆઈ શ્રી રાડાએ અદાણી (મરીન કન્ટ્રોલ) રૂમને તુરંત આ બનાવની જાણ કરી હતી. મુંદરા મરીન પોલીસની ઈન્ટરસેપ્ટર બોટ સાથે પોલીસ કર્મચારીઓ તથા અન્ય માછીમારો તુરંત બનાવ સ્થળે ધસી જઈ રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ડૂબતી બોટમાં સવાર દ્વારકાના સલાયાના પાંચ માછીમાર ભાયા સિધિક મુસા, સંઘાર મહેબુબભાઈ દાઉદભાઈ, અગરિયા વલીમામદ હુસેન, ચાબા અજીજ કામસ અને ભોકલ અકબરભાઈ ઈલિયાસને ઉગારી તેઓના જીવ બચાવી લીધી હતા. માનવતાની આ સરાહનીય કામગીરીમાં પીઆઈ શ્રી રાડા, એએસઆઈ સુરેશભાઈ એમ. યાદવ, ભાવિકસિંહ પી. જાડેજા, હે.કો. રમેશભાઈ આઈ. રબારી, પોલીસ સ્ટાફ તથા માછીમારો અનવરભાઈ ઉસ્માણભાઈ વાઘાણી, કુમાર શુભુમ ઉદયભાનસિંહ ચૌહાણ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd