• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

કુકમા : હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં જામીન ગ્રાહ્ય

ભુજ, તા. 5 : તાલુકાના કુકમામાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં ગુજરાત હાઇકોર્ટે આરોપી કિરણ ખીમજીભાઇ પાયણ (મહેશ્વરી)ના જામીન ગ્રાહ્ય રાખ્યા છે. આરોપી કિશનની ભત્રીજીનાં નામની ચીઠ્ઠી તેમનાં ઘરે કોઇ નાખી જતું હોઇ તે વાતના મનદુ:ખ રમેશ મારવાડા પર રાખી આરોપીઓ ફરિયાદીનાં ઘરે ધોકા, લોખંડના પાઇપ અને છરી સાથે જઇ ફરિયાદીના ભાઇની હત્યા નીપજાવી અને માતા-પિતા નામાબેન અને પૂંજાભાઇને લોખંડના પાઇપ, ધોકા મારી હત્યાના પ્રયાસની ઇજા પહોંચાડયાના બનાવમાં આરોપી કિરણ પાયણના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આરોપીના વકીલ તરીકે ઐશ્વર્યા હેમસિંહ ચૌધરી અને ધ્રુવ હેમમસિંહ ચૌધરી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd