ગઢશીશા (તા. માંડવી), તા. 5 : થોડા દિવસો અગાઉ ગઢશીશા પંથકના
મકડામાંથી શરાબ ઝડપાયો હતો, ત્યારે ફરી દરશડીમાંથી 70 હજારનો શરાબ એલસીબીએ ઝડપી પાડયો
છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ એલસીબીની ટીમ પીએસઆઇ ટી.બી. રબારી, હે.કો.
સૂરજભાઇ વેગડા, મૂળરાજભાઇ ગઢવી, શક્તિદાન ગઢવી, રણજિતસિંહ જાડેજા તથા ડ્રાઇવર અશ્વિનભાઇ
ગઢવી, ગઢશીશા પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સૂરજભાઇ વેગડાને બાતમી મળી હતી
કે, દરશડીનાં કાયા ફળિયાંમાં રહેતા ભાવસંગજી ભગુભા જાડેજા તેના કબજાનાં બંધ મકાનમાં
બહારથી શરાબનો જથ્થો મગાવી ગેરકાયદેસર રીતે વેચાણ?કરે છે. આ બાતમીના આધારે એલસીબીએ
દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી પ્રકારની શરાબની અલગ-અલગ બ્રાન્ડની 223 બોટલ કિં.
રૂા. 70,368 જપ્ત કરી ગઢશીશા પોલીસને સોંપ્યો હતો. દરોડા દરમ્યાન આ કામનો આરોપી ભાવસંગજી
જાડેજા હાજર મળ્યો ન હતો. આરોપી ભાવસંગજી વિરુદ્ધ અગાઉ?દારૂ સંબંધેના બે અને મારામારીનો
એક ગુનો પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.