• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ચેક પરતના જુદા-જુદા બે કેસમાં બંને આરોપી નિર્દોષ

ભુજ, તા. 5 : ચેક પરત થવાના જુદા-જુદા બે કેસમાં બન્ને આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદી રાજુભાઈ નામદેવભાઈ પવારે આરોપી નવજીતસીંગ તરસેમસીંગ સૈનીવાળા વિરુદ્ધ ગાંધીધામની ચીફ કોર્ટમાં રૂા. 10 લાખનો ચેક બાઉન્સ થવા સંબંધે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કોર્ટે કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે દેવેન ચંદુલાલ પલણ તથા રાજેન્દ્રસિંહ રવુભા જાડેજા હાજર રહ્યા હતા. અન્ય કેસ મુજબ બારોટ અશોકભાઈ અનિલભાઈએ મિત્રતાના નામે આરોપી મુસા દાઉદ સમા (રહે. ભુજ)ને એક લાખ ઉછીના આપ્યા હતા જે અંગે આપેલો ચેક પરત ફરતા ફરિયાદી અશોકે આરોપી મુસા સામે કેસ દાખલ કરતા આ કેસ ત્રીજા અધિક જ્યુ. મેજિ. શ્રીગેલોતે આરોપી મુસાને નિર્દોષ છોડી મુક્વા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એ.આર. મલેક સાથે પ્રફુલ્લકુમાર બી. સીજુ, જગદીશ પી. ગુસાઈ, નવીન આર. સીજુ, કેશવ જે. ભદ્રુ તથા રેશ્મા જુણેજા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd