ગાંધીધામ, તા. 5: શહેરના ચાવલા ચોક નજીક લેડીઝ કપડાંની દુકાનમાંથી
પોલીસે રૂા. 4536ના શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો. ચાવલા ચોક નજીક દુકાન નંબર-સી-52માં આવેલી કે.પી. કુર્તિસ નામની
દુકાનમાં પોલીસે ગઈકાલે રાત્રે છાપો માર્યો હતો. આ દુકાનમાંથી વોર્ડ-10-એ-એમાં રહેનાર
દીપક તારાચંદ લખવાણી (સિન્ધી)ની ધરપકડ કરવામાં આવી હતી. દુકાનમાં ટેબલના ખાનામાં રહેલી
થેલીની તપાસ કરાતાં તેમાંથી બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વીસ્કી 1 લિટરની બે
તથા જોનીવોકર રેડ લેબલ સ્કોચ 1 લિટરની એક બોટલ
એમ કુલ રૂા. 4536ની ત્રણ મોંઘી બોટલો જપ્ત કરવામાં આવી હતી, પરંતુ આ દીપક પાસે મોંઘો
દારૂ ક્યાંથી આવ્યો તે પોલીસ ઓકાવી શકી નહોતી.