• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

મોટા ભાડિયા ગામે સોનલ બીજ નિમિત્તે તેજસ્વી છાત્રો અને પ્રતિભાઓનાં પોંખણા

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 5 : આઇ સોનલમાની 101મી જન્મજયંતી સોનલ બીજની આ ગામની ચારણસમાજ વાડીમાં ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટા ભાડિયા ચારણ સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રારંભે શોભાયાત્રા બાદ સમાજવાડીમાં ઉપસ્થિત સમાજના મુરબ્બીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયુ હતું. આરતીનો ચડાવો નાગશી પુનશી થરિયા અને ધજાના ચડાવવાનો લાભ મેઘરાજ ડોસાભાઈએ લીધો હતો.  ગામના રમતગમત, શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત 71 જેટલી તેજસ્વી પ્રતિભાવને નારણભાઈ મેઘરાજભાઈ મૌવરના સૌજન્યથી મોમેન્ટો દ્વારા પોંખણા કરાયા હતા. આશીર્વાદ આપતા ગામના જાણીતા કથાકાર ભીમસેન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ચારણ સમાજ માટે ભાગ્યોદયનો છે કારણ કે, સમાજનાં ઉત્થાન માટે આઈ સોનલમાનુ આજના પવિત્ર દિવસે અવથરણ થયું હતું, તેમણે ઉમેર્યું કે, સોનલને શરણે જવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. શ્યામ શાસ્ત્રી, ભવાન મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતાં. સમારોહને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા સમાજના સ્થાનિક પ્રમુખ રતનભાઇ રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આજના દિવસે સામાજિક ઉત્થાનનાં વિવિધ વિકાસ કાર્યોની પ્રતિજ્ઞા લેવી જોઈએ. સામાજિક ટકોર કરતા તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયે અમુક બાધાઓ સામાજિક વિકાસમાં અવરોધ રૂપ સર્જે છે, જેનું સમાજે સાથે બેસી નિરાકરણ લાવવાની હિમાયત કરી હતી. બપોર બાદ ભારતીબેન ગઢવી અને રાજલબેન ગઢવીના કંઠે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે રાસોત્સવ યોજાયો હતો. તા.પ.ના માજી સભ્યો પુનશી ખેતશી, કલ્યાણ કમાભાઈ, આગેવાનો રાણશી જેઠાભાઈ, દેવદાસ માણેક મેઘરાજ ડોસાભાઇ, રણમલ મંગાભાઈ, નાગશી પુનશી, નાગશી હરપાર, મંગલ મુરજી થરિયા, અદાણી ફાઉન્ડેશનના અગ્રણીઓ કિશોરભાઈ ચાવડા, યુવરાજાસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કરશન કલ્યાણ રાણશી રણમલ, વેજાધ મુરજી માણેક ગોપાલ, કરશન વિશ્રામ સહિતનાઓએ જહેમત ઊઠાવી હતી. સંચાલન કરશન નારાણભાઈએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd