• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

અદાણી પર આરોપ લગાવનાર સંસ્થાને અમેરિકાનું ફંડિંગ

અમદાવાદ, તા. 4 : ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસની સંસ્થા OCCRP  ગુજરાતમાં ફરી એકવાર ચર્ચામાં છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટને જો બાયડન સરકારના કાર્યકાળ દરમિયાન જંગી નાણાકીય સહાય મળી હોવાનો ખુલાસો થયો છે. રાહુલ ગાંધી, પ્રશાંત ભૂષણ અને મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષી નેતાઓએ અદાણી અને ભાજપ સરકાર પર આક્ષેપ કરવા આ અહેવાલોને વ્યાપકપણે ટાંક્યા હતા. એક તપાસ અહેવાલ મુજબ યુએસ સરકાર તરફથી ઓસીસીઆરપીને ઓછામાં ઓછું 47 મિલિયન ડોલરનું ભંડોળ અપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સંસ્થાની વેબસાઈટ પર તેનો કોઈ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો નથી. ભારતમાં ઓસીસીઆરપીએ ઘણા પત્રકારો અને કેટલાક અંગ્રેજી અખબારો સાથે જોડાણ કર્યું છે. દરમિયાન હિંડનબર્ગના આક્ષેપો અને અદાણી જૂથને નિશાન બનાવતા OCCRP ના અહેવાલને ગોસ્પેલ તરીકે ગણી શકાય નહીં, એમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. 4 સપ્ટેમ્બર, 23ના યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ-અદાણી કેસની સુપ્રીમ કોર્ટની સુનાવણીના માત્ર એક દિવસ પહેલાં ફાફનાન્શિયલ ટાઇમ્સ, ઓસીસીઆરપી અને ધ ગાર્ડિયનએ અદાણી જૂથ વિરુદ્ધ `િસક્રેટ પેપર ટ્રેલ રિવલ્સ હિડન અદાણી ઈન્વેસ્ટર્સ (Secret paper trail reveals hidden Adani investors)’ શીર્ષક હેઠળ  લેખો પ્રકાશિત કર્યા હતા. યુએસ સમર્થિત સંસ્થા OCCRP દ્વારા આ લેખોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. ફ્રેન્ચ અખબાર મીડિયા પાર્ટના અહેવાલમાં જણાવાયું કે, વિશ્વમાં તપાસ માધ્યમોનું સૌથી મોટું સંગઠિત નેટવર્ક ઓસીસીઆરપી યુએસ સરકાર સાથેના સંબંધો છુપાવે છે. વાશિંગ્ટન તેનું અડધો-અડધ બજેટ પૂરું પાડે છે. વળી તેના વરિષ્ઠ સ્ટાફને વીટો કરવાનો પણ અધિકાર  છે. ભારતમાં ઓસીસીઆરપીએ તેના એક પ્રોજેક્ટ-ધ પનામા પેપર્સ માટે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે સહયોગ કર્યો હતો. યુએસના હિતમાં સેવા આપતા આ વિશાળ સંગઠનમાં રવિ નાયર અને આનંદ મંગલે જેવા ભારતીય પત્રકારોનો સમાવેશ થાય છે. તેઓ ધ વાયર અને ન્યૂઝ ક્લિક માટે લખે છે. ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ધ વાયર યુએસ નાગરિક સિદ્ધાર્થ વરદરાજન દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd