જેસલમેર, તા. 19 : ભારતીય
સેનાએ પાકિસ્તાનની સરહદ પરના એરબેઝ પર ઘાતક અપાચે હેલિકોપ્ટરો તૈનાત કર્યાં હતાં.
દુનિયાનાં સૌથી ઘાતક મનાતાં એએચ-64-ઇ અપાચે હેલિકોપ્ટરો જોધપુર
એરબેઝ પર તૈનાત કરાયાં હતાં,
જે એક સમયમાં 256 લક્ષ્યને ટ્રેક (પકડી) કરી શકે
છે. આ હેલિકોપ્ટર્સ હવે પાકિસ્તાન સીમા પર નજર રાખવાની સાથોસાથ ભારતની સંરક્ષણ અને
આક્રમણ ક્ષમતાઓને મજબૂત બનાવશે. જેસલમેર ક્ષેત્રમાં `િત્રશૂલ' અને `મરૂજ્વાલા' સૈન્ય અભ્યાસોમાં પણ આ
હેલિકોપ્ટરોનો ઉપયોગ કરાયો હતો. એવું પહેલીવાર બન્યું છે જ્યારે ભારતીય સેનાનાં
અપાચે હેલિકોપ્ટરોએ કોઇ મોટા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો હોય. અભ્યાસ દરમ્યાન આ
હેલિકોપ્ટરોએ નિર્ધારિત લક્ષ્યાંકો પર નિશાન સાધીને હુમલા કર્યા હતા. જૂન-2025માં
અમેરિકા તરફથી મળેલાં ત્રણ અપાચેની પહેલી ખેપની તાલીમ પૂરી થતાં હવે ફરજ પર તૈનાતી
માટે તૈયાર છે.