• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કોંગ્રેસ જાતિઓને લડાવે છે : મોદી

રાંચી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છેલ્લા છ દિવસમાં બીજીવાર ઝારખંડ પ્રવાસે પહોંચીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, જાતિ આધારિત વસતી ગણતરી કરીને કોંગ્રેસ જાતિઓને ગૂંચવણમાં મૂકી દેવાનું કાવતરું કરવાની કોશિશમાં છે. યુપીએના કાર્યકાળની વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ડો. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા, ત્યારે સોનિયા સરકાર ચલાવતાં હતાં. તેમણે ઝારખંડને કંઇ જ નથી આપ્યું. રાજ્ય બનાવવાનો પણ વિરોધ કર્યો હતો, તેવા પ્રહારો મોદીએ કર્યા હતા. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો કાશ્મીરમાં કલમ 370 પાછી બહાલ કરવા માટે ભલે પ્રસ્તાવ લાવ્યા, પરંતુ તેમનું આ સ્વપ્ન કદી પૂરું નહીં થાય, તેવું મોદીએ જણાવ્યું હતું. કોંગ્રેસનાં જાતિગત વસતી ગણતરી કરાવવાનાં વચન પર વડાપ્રધાને કહ્યું હતું કે, સત્તાની લાલચમાં કોંગ્રેસ નાની-નાની જાતિઓમાં ભાગલા પાડીને આપસમાં લડાવવા માગે છે. યાદ રાખજો, આપણે એક રહીશું તો જ સેફ રહેશું, તેવું બોકારોનાં ચંદનકિયારીમાં ચૂંટણી સભા સંબોધતાં મોદીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang