• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

રણોત્સવનું નવું ટેન્ડર 17મીએ જારી થશે

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધ તરફથી) : ગુજરાતમાં કચ્છનું સફેદ રણ આમ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. કચ્છના ધોરડોમાં દર વર્ષે રણોત્સવ યોજાય છે. આ રણોત્સવને કારણે હજારો લોકો દર વર્ષે કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે.  હાઇકોર્ટે નિયમોની અવગણના સહિતના આરોપ વચ્ચે રણોત્સવ માટેનું પ્રવેગ કંપનીનું ટેન્ડર રદ્દ કર્યું હતું. જે બાદ આજે ફરીથી આ ટેન્ડરની જાહેરાત આપવામાં આવી છે. આ ટેન્ડર 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મદિવસના દિવસે ખોલવામાં આવશે.  અહીં નોંધવું ઘટે કે, આ વર્ષે પ્રવેગ લિમિટેડનું ટેન્ડર ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિ. દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. જે બાદ આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં નિયમોની અવગણનાનો આક્ષેપ થયો હતો અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા  પ્રવેગનું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ટેન્ડર ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે, પરંતુ આ વખતે એક ખાસ વાત એ છે કે, આ ટેન્ડર 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મદિવસના દિવસે ખોલવામાં આવશે. સમગ્ર મામલો જોઇએ તો, આ ટેન્ડર પાસ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં તેની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત પ્રવાસન દ્વારા અપાયેલ આ ટેન્ડર રદ્દ કરી દેવામાં આવ્યું હતું. આજે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, એવી તો કેવી મજબૂરી હતી કે નિયમો વિપરીત જઈને  પ્રવેગને ટેન્ડર આપવા ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિ.એ નિયમોની પણ પરવાહ ન કરી.  હવે રણોત્સવને તો માત્ર થોડો જ સમય બાકી છે, ત્યારે આ ટેન્ડર અચાનક હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યું અને હવે નવા ટેન્ડરની જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે આ ટેન્ડર ખૂલે અને તેમાં કોઈ ગડબડી સામે ન આવે તો જ રણોત્સવ યોજાશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang