• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કોંગ્રેસ કાશ્મીરમાં અશાંતિ સર્જવા માગે છે : શાહ

નવી દિલ્હી, તા. 7 : કાશ્મીર પ્રવાસે પહોંચેલા દેશના ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જમ્મુના પાલુરૂમાં જનસભા સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈ પણ તાકાત જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતાની વાત કરી નહીં શકે. સમય આવે ત્યારે કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે તેવું કહીને વિપક્ષો પર પ્રહાર કરતાં શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને મહેબુબા મુફતીના પક્ષોએ કાશ્મીરને લૂંટયું છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ ભારત-પાક સીમાએ ફરી વેપાર શરૂ કરવા માગે છે, જેના પૈસા આતંકના મદદગારોને પહોંચશે અને ખીણમાં ફરી અશાંતિ સર્જાશે, પરંતુ ભાજપની સરકાર આવું થવા નહીં દે, તેવું ગૃહમંત્રીએ કહ્યું હતું.  શાહે જણાવ્યું હતું કે, ફરી અજંપો સર્જવા કોંગ્રેસ જેલમાં કેદ પથ્થરબાજો અને આતંકી ગતિવિધિ કરતા લોકોને છોડાવવા માગે છે. કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો દાવો કરે ભલે છે, પણ શું રાહુલ ગાંધી પાસે તેનો અધિકાર છે? જનતાને મૂર્ખ શા માટે બનાવો છો? કાશ્મીરને રાજ્યનો દરજ્જો માત્ર ભારત સરકાર જ આપી શકે છે, તેવું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક બનશે કારણ કે, પહેલીવાર કાશ્મીરના મતદારો એક તિરંગા ધ્વજ નીચે મતદાન કરશે. રાહુલ ગાંધી પર કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકતાં શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે ભાગલાવાદી રાજનીતિ છોડી કાશ્મીરના વિકાસ માટે કામ કરવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang