• બુધવાર, 15 મે, 2024

`આપ' પ્રચાર ગીત બદલે; ન્યાયતંત્રની છબી ખરડાય છે : ચૂંટણીપંચ

નવી દિલ્હી : ચૂંટણીપંચે આમ આદમી પાર્ટી (આપ)ને તેના ચૂંટણી કેમ્પેન સોન્ગમાં ફેરફાર કરવા કહ્યું છે. પંચે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 અને ઈસીઆઈ માર્ગદર્શિકાને ટાંકીને, આપને ગીતમાં બદલાવ કરવા અને તેને ફરીથી સબમિટ કરવા જણાવ્યું છે. પંચે કહ્યું કે, ગીતની લાઇન `જેલ કે જવાબ મેં હમ વોટ દેંગે' સાથે ગુસ્સે ભરાયેલી ભીડ જોવા મળી રહી છે. ભીડ સાથે જેલના સળિયા પાછળ અરાવિંદ કેજરીવાલની તસવીર છે. પ્રકારના દૃશ્યાંકનથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય છે.  આના જવાબમાં આતિશીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની તાનાશાહીનો પુરાવો જનતાની સામે રાખ્યો છે. તાનાશાહી સરકારોનું બીજું લક્ષણ છે કે, અન્ય પક્ષોને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે. આપના કેમ્પેન સોન્ગમાં ક્યાંય પણ બીજેપીનો ઉલ્લેખ નથી. અમે તાનાશાહી સામે લડવાની વાત કરી છે. તેના પર ચૂંટણીપંચનું કહેવું છે કે, શાસક પક્ષની ટીકા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang