• બુધવાર, 15 મે, 2024

વાડીનાર આવતા ટેન્કરની વહારે નૌસેના

નવી દિલ્હી, તા. 28 : રૂસથી ગુજરાતના વાડીનાર આવી રહેલા તેલના ટેન્કર પર થયેલા હુતી ઉગ્રવાદીઓના મિસાઈલ હુમલા બાદ ભારતીય નૌસેનાએ ભારતીય ક્રૂ સભ્યો સહિત અન્ય લોકોના જીવ બચાવ્યા હતા. નૌકાદળના યુદ્ધ જહાજ આઈ.એન.એસ. કોચીએ પનામાં ધ્વજવાળા કાચા તેલ ટેન્કર એમ.બી. એન્ડ્રોમેડા સ્ટારની સહાયથી કોલનો જવાબ દેતાં લાલ સમુદ્રમાં બચાવ કામગીરી કરી હતી. ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર નૌસેનાએ કાચા તેલના ટેન્કર એમ.વી. એન્ડ્રોમેડા સ્ટારની સ્થિતિની ભાળ મેળવવા હેલિકોપ્ટર વડે હવાઈ રેસ્ક્યુ?મિશન ચલાવ્યું. ત્યારબાદ શિપબોર્ન આઈ..ડી. ટીમને તૈનાત કરી. ભારતીય નૌકાદળ તરફથી જણાવવામાં આવ્યું કે એમ.વી. એન્ડ્રોમેડા સ્ટારશિપ પર 22 ભારતીય નાગરિકો સહિત 30 ક્રૂ સભ્યો હાજર છે અને દરેક સુરક્ષિત છે. તે પણ જાણકારી આપવામાં આવી હતી કે, શિપ આગળના બંદર તરફ વધી રહ્યું છે.  એક અહેવાલ અનુસાર એમ.વી. એન્ડ્રોમેડા સ્ટાર પર હુમલાનો દાવો યમનના હુતી વિદ્રોહીઓએ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેની મિસાઈલોએ ગાઝા જંગ વચ્ચે પેલેસ્ટાઈનીઓ માટે ચાલી રહેલા સમર્થનના ભાગરૂપે ટેન્કરને નિશાન બનાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang