• બુધવાર, 15 મે, 2024

કેવી રીતે ડ્રગ્સની એપની ભાળ મળી ?

ભાર્ગવ પરીખ  : અમદાવાદ, તા. 28 : પાકિસ્તાનમાં બેસી દુનિયાભરમાં ડ્રગ પહોંચાડનાર દુનિયાની તમામ એજન્સીની નજરમાં રહેલા ઉઝેર બલોચના ચેલા હવે બાબુ બલોચની મદદથી વાયા ભારતથી શ્રીલંકા થઇ દુનિયાના બીજા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો છે, ભારતીય સુરક્ષાદળોથી બચવા લો ફ્રિક્વન્સીના મરીન રેડિયો વાપરી એની ખેપ કરવા માંગતો હતો, પણ સિગ્નલ ટ્રેસ થઇ જતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે . દરિયામાં કોમ્યુનિકેશન માટે સસ્તા ઓનલાઇન મરીન રેડિયો મળે છે, અલબત્ત રેડિયો વી.એચ એફ હોવા છતાં એની લો ફ્રીકવન્સી હોય  છે અને 45 નોટિકલ માઈલ સુધી બીજા કોઈ કોલ પાર બીજા અવરોધ સિવાય વાત થઇ શકે છે. અમાન્ય રીતે  ગરીબ માછીમારો આવા મરીન રેડિયો વાપરે અને માછીમારોના નામ બોલતા હોય  એટલે  સામાન્યરીતે સુરક્ષા એજન્સીની નજરમાં નથી આવતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે મુંબઈમાં અમે જોયું કે પોરબંદરથી 180 નોટિકલ માઈલ પર મરીન રેડિયોમાં લો ફિક્વન્સી પર  હૈદર અને અલી નામના પ્રયોગ વધુ થતા હતા, અમે વિગતો ગુજરાત .ટી.એસ સાથે શેર કરી તો એમને કરાચીથી ડ્રગ્સ સાથે એક બોટ નીકળી હોવાના ઇનપુટ હોવાથી લો ફ્રિક્વન્સીના સિગ્નલને ટ્રેસ કરવાનું કહ્યું અને અમે એનું લોકેશન ટ્રેસ કરતા હતા .ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી પાસે આની ટીપ હતી પોરબંદરના એક લોકલ નંબર પર `હૈદર' અને `અલી' નામે કોમ્યુનિકેશન થતું હતું, અમે પાકિસ્તાનના માછીમારો સાથે ઘરોબો ધરાવતા અને ત્યાં  જઈ ને આવેલા ગોસાબારાના કેટલાક માછીમારો પાસે થી હ્યુમન ઇન્ટેલિજન્સ એકઠા કર્યા હતા. તેમણે કહ્યું કે દરમ્યાનમાં નાર્કોટિક્સ સેલ દિલ્હીથી અમને માહિતી  મળી હતી કે દક્ષિણ ભારતના એક ડ્રગ માફિયા દ્વારા ગુજરાતથી ડ્રગ્સ મંગાવી શ્રીલંકા પહોંચાડવામાં આવનાર છે, ત્રણેય માહિતીનું સંકલન કરી કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર, મોટી રાજરત્ન શિપ અને નાની બોટ સાથે સાથે ટીમ નીકળી. પોરબંદરથી એક નોટિકલ માઈલે અમે પાકિસ્તાની બોટને આંતરી, તો એનો ખલાસી બોટને આડી-અવળી હંકારી ભાગવાનો પ્રયાસ કરતા હતા, જેમાં એમને રોકવા કોસ્ટગાર્ડે ગોળીબાર કર્યું, એમાં 60 વર્ષના ખલાસીને ઇજા થતા એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એન સી બી ના દિલ્હી સ્થિત અધિકારી જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે , ઉઝેર બલોચે જ્યારથી દાઉદ સાથે હાથ મિલાવ્યા છે ત્યારથી ડ્રગ્સની દુનિયામાં મોટો માફિયા બન્યો છે. 10 વર્ષથી ચાલતા એના શાસનમાં એના પર અનેક કેસ થયા છે, 2021માં પકડાયો ત્યારે એને જેલ લઇ જનાર પાકિસ્તાની પોલીસે પોતાના મોઢા પર બુરખા રાખ્યા હતા જેથી ડ્રગ્સ માફિયા ગેંગ એમના પર હુમલો કરે નહિ. ઉઝેર બલોચે, એની ગેંગમાં એના સગા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચે રાખ્યો હતો. બાબુ બલોચ પછી લસબેલ્લાના ગરીબ માછીમારોને એક ખેપના 60 હજાર આપી સસ્તા મરીન રેડિયો સાથે મોકલ્યા હતા, પણ એમના સિગ્નલ ટ્રેસ થતાં પકડાઈ ગયા છે, એમની પાસે ભારતનો એક નંબર છે, એના સીમકાર્ડની ગતિવિધિના આધારે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક માછીમારો, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ માફિયા સુધી ઝડપથી પહોંચી શકીશું .

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang