• બુધવાર, 01 મે, 2024

પૂરપાટ કાર ટ્રેઈલરમાં ઘૂસતાં 10 મોત

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે બપોરે નડિયાદ પાસે ટ્રેઈલરની પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જીજે-27-ઈસી-2578 નંબરવાળી અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જેનાં કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમદાવાદ -  વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બુધવારે નડિયાદ પાસે ટ્રેઈલરની પાછળ કાર ઘૂસી જતઈં કારમાં સવાર 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. જેમાં આઠનાં ઘટનાસ્થળે અને બેનાં સારવાર દરમિયાન મોત થયાં છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ફુરચો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં 108 અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહોને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં બેઠેલા અમદાવાદના યોગેશ પંચાલ, રાજસ્થાનના સુરેન્દ્રાસિંહ રાવત (ડ્રાઇવર), વડોદરાના જયશ્રી મિત્રી, વડોદરાના નીલકુમાર ભોજાણી, મુંબઇના શાહબુદ્દીન અંસારી, વાપીના અમિત સોલંકીનું મોત નીપજ્યું હતું. આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે, અમે ધડાકાભેર અવાજ સાંભળી દોડી આવ્યા હતા. જેમાં કારનો ફુરચો બોલી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર રીતે થયો હતો કે લોકોના મૃતદેહને કારનાં પતરાં તોડીને બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માત થયા બાદ લોકોએ ક્રેઇન બોલાવી હતી અને જીવતી બે વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, પુણેથી જમ્મુ જતાં ટ્રેઈલરમાં ખામી સર્જાતાં તે ડાબી બાજુ ઊભું હતું, પરંતુ અર્ટીગા કારે ડાબી બાજુથી ઓવરટેક કરતાં અને કાર સ્પીડમાં હોવાથી કંટ્રોલ થઇ શકી નહીં હોવાથી અકસ્માત સર્જાયો હશે તેમ મનાય છે. અકસ્માત થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.   પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં કોઇ એક પરિવારના નથી. તેથી ડ્રાઇવરે અમિતનગર સર્કલથી તમામ અમદાવાદ આવતી સવારી લીધી હશે તેમ મનાય છે. નોંધનીય છે કે, અમિતનગર સર્કલથી અમદાવાદ આવનારાઓની સંખ્યા વધુ હોય છે અને બસની પ્રતીક્ષા કરવાને પ્રાઈવેટ કારમાં જલ્દી પહોંચવા માટે બેસી જતા હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang