ભુજ, તા. 29 : શહેરના નીલકંઠનગર પાસેથી મોબાઇલ
ટાવર પરથી 50 હજારના વાયરની ચોરી થયાની ફરિયાદ
નોંધાઇ છે. આજે બી-ડિવિઝન પોલીસે મથકે સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર અલ્તાફ હુસેન માંજોઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 10/7ના રાતે ભુજના નીલકંઠનગર પાસેનો
મોબાઇલ ટાવર ડાઉન થયાનું તેમને એન્જિનીયર મારફત જાણ કરવામાં આવી હતી. આથી ત્યાં પહોંચતાં
કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્વારા અલગ-અલગ પ્રકારના 190 મીટર વાયર કિં.રૂા. 50 હજારની ચોરી કરી લઇ ગયો છે. - આર.ઇ. પાર્કમાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરનારો રંગેહાથ ઝડપાયો : બીજી તરફ
ખાવડાના આર.ઇ. પાર્કમાં અદાણી પ્લોટ-9માં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી 40 લિટર ઓઇલ કિં.રૂા. 4000ની ચોરી કરી બોલેરો ગાડી નં.
આર.જે. 10 જીસી 2005માં ચાલક મનદીપકુમાર સત્યાવીરસિંગ
ચૌધરી તથા અંકિત સુભાષચંદ્ર ચૌધરીએ ગાડીમાં ભર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે મનદીપકુમારને ગાડી સાથે ઝડપી ગાડી ચેક કરતાં ઓઇલ ચોરી તેણે અને
અંકિતે કરી હોવાની કબૂલાત કરી હતી.