• ગુરુવાર, 31 જુલાઈ, 2025

પૂર્વ કચ્છમાં જુગાર રમતા આઠ ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 29 : પૂર્વ કચ્છમાં જાહેરમાં જુગાર રમતા આઠ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 35,600 જપ્ત કર્યા હતા. ગાંધીધામના ગળપાદરમાં હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તાર જિલ્લા જેલની પાછળ અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા, ત્યારે પોલીસ ત્રાટકી હતી અને મયૂરસિંહ ભરતસિંહ જાડેજા, મહિપતસિંહ પીરૂભા વાઘેલા, પ્રભુભા ભારમલભા ગઢવી, વીરમ ભારમલભા ગઢવી, રાહુલ અશોક કોળીને ઝડપી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 19,300 જપ્ત કરાયા હતા તેમજ બીજી કાર્યવાહી પદમપર ગામે સ્મશાનની બાજુમાં નદીના વોકળામાં કરવામાં આવી હતી. અહીં જાહેરમાં જુગાર રમતા ગામના કરશન ટપુ ભરવાડ, લખમણ મોમાયા કોળી અને વીરા ખીમા સોલંકીને ઝડપી પાડી રોકડ રૂા. 15,350 હસ્તગત કરાયા હતા.  

Panchang

dd