ભુજ, તા. 29 : અહીંની અધિક સેશન્સ અને એસીબી
સ્પે. કોર્ટે લાંચ લેવાના કેસમાં હેડ કોન્સ્ટેબલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો
હતો. આ કેસની વિગત મુજબ વર્ષ 2014માં આરોપી
ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. કરશનભાઇ કાળાભાઇ પટેલ ફરિયાદીના
પિતાજીના પાસપોર્ટ બનાવવા માટે ઇન્કવાયરી માટે રૂા. 1 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા
માંગતા ન હોઇ એસીબી ભુજનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવાયું હતું. આરોપી પાસપોર્ટની
ઇન્કવાયરી પેટે લાંચની રકમ રૂા. 800 સ્વીકારતા
ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ ભુજના અધિક સેશન્સ અને એસીબી સ્પેશિયલ જજની કોર્ટમાં
ચાલી જતાં અદાલતે 9 મૌખિક અને
45 દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા
હતા. જેમાં ફરિયાદી પક્ષ આરોપી સામેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ જતા અદાલતે આરોપીને
નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપી તરફ એડવોકેટ હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા,
ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, દેવરાજ કે. ગઢવી, હેતલ દવે, નરેશ
ચૌધરી અને પ્રશાંત રાજપુત હાજર રહ્યા હતા.