ભુજ, તા. 29 : મુંદરામાં ભૂખી નદીના કિનારે
આવેલી વાડીમાં અગાઉના ઝઘડાના મનદુ:ખમાં વાડને આગ લગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ
છે. ગત તા. 27-7ના બીજા દિવસની સવાર સુધી બનેલા
આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકે જેઠાભાઇ વીરા પાતાળિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉના
ઝઘડાના મનદુ:ખમાં આરોપી અબ્દુલકરીમ ઉર્ફે ગુલામ આમદ સમેજા (રહે. તળાવવાળા નાકા પાસે, મુંદરા)એ
ફરિયાદીના વાડીના સેઢામાં આવેલી બાવળોની વાડને સળગાવીને આશરે સાતેક હજાર જેટલો
બગાડ કરી ફરિયાદીને નુકસાન કર્યાનું લખાવાયું
છે.