• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભુજમાં પત્તા ટીંચતા છ મહિલા સહિત નવ અને માંડવીમાં પાંચ ખેલી ઝડપાયા

ભુજ / ગાંધીધામ, તા. 7 : જુગારના ત્રણ જુદા જુદા દરોડામાં પોલીસે છ?મહિલા સહિત 18 ખેલીને કુલ રોકડા રૂા. 46,980ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી. ભુજના ગણેશનગરમાં હનુમાન મંદિરથી આગળ ખુલામાં ગઇકાલે સાંજે ગોળ કુંડાળું કરી તીનપત્તી રમતા જ્યોતિબેન અરવિંદગિરિ ગુંસાઇ, ભાવનાબેન રાજેપુરી ગુંસાઇ, શીતલબેન દિનેશગિરિ ગુંસાઇ, ડિમ્પલબેન દિનેશ ગુંસાઇ, લીલાવતીબેન પ્રહલાદગર ગુંસાઇ, રેખાબેન દિનેશગર ગુંસાઇ, દિનેશ જેઠાભાઇ ગુંસાઇ, નરેશ કાંતિભાઇ ગુંસાઇ અને નરેશગર મંગલગર ગુંસાઇ (રહે. તમામ ગણેશનગર-ભુજ)ને રોકડા રૂા. 12,860ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. માંડવીના ગોકુલવાસમાં હીરજી લાખા ફફલના મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા સુરેશ વેલજી ફુલિયા, પુનિત ધનજી મહેશ્વરી, નવીન જુમા સંજોટ, જયેશ ઉર્ફે મામા વીરજી કન્નડ અને રાજેશ હરિલાલ મહેશ્વરી (રહે. તમામ ગોકુલવાસ-માંડવી)ને રોકડા રૂા. 11,620ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે આદિપુરમાં મણીનગર  જી.ઈ.બી કંપની પાસે રોડની  બાજુએ ખુલ્લામાં  જુગાર  રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરમ્યાન, આરોપી  અસગર સલીમ સુણા, ચેતન ખીમજી ચારણ, રામજી નારણ ચારણ, અરવિંદ ઈશ્વરલાલ પરમાર ધાણીપાસાનો જુગાર રમી રમાડાતા પકડાયા  હતા.  આદિપુર પોલીસે પકડાયેલા આ ખેલીઓ  પાસેથી  રોકડા રૂા. 22,500 કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang