• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નથ્થરકુઇમાં જમીનના વિવાદમાં પરિવાર પર નવ શખ્સનો હથિયારો વડે હુમલો

ભુજ, તા. 7 : બે દિવસ પૂર્વે ભુજ તાલુકાના નથ્થરકુઇમાં જમીનમાંથી હક્ક જતો કરવા બાબતના વિવાદમાં પરિવાર પર સામા પક્ષના નવ શખ્સે ઘાતક હથિયાર વડે હુમલો કરી ઘાયલ કર્યા હતા. જ્યારે મોટી ભુજપુરમાં ઝાડ કાપવા મુદ્દે પડોશીઓ દ્વારા થયેલી તકરાર અને મોખાણામાં જૂના ઝઘડાના મનદુ:ખમાં બે ભાઇના પરિવાર વચ્ચેની મારામારી પોલીસ ચોપડે ચડી છે. ગઇકાલે માનકૂવા પોલીસ મથકે નથ્થરકુઇ રહેતા નારણભાઇ?પરબતભાઇ?આહીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 5/9ના સાંજે આરોપીઓ વિરમ વિશા આહીર, માલા વિશા આહીર, વેલા વિશા આહીર, દેવા વિશા આહીર, લખા રામા આહીર, હમીર વિરમ આહીર, કારા વિરમ આહીર, ગોપાલ માલા આહીર અને કિશોર માલા આહીર (રહે. તમામ નથ્થરકુઇ)એ વિરમ સાથે ફરિયાદીના સસરાની જમીનમાં હક્ક જતો કરવા બાબતે ચાલતા વિવાદના મનદુ:ખમાં આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ધારિયું, લાકડાં, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરી ફરિયાદીને માથામાં ધારિયું મારતાં સાત?ટાંકાની ઇજા તથા ફરિયાદીના દીકરા, ભાણેજ અને પત્નીને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બીજીતરફ પદ્ધર પોલીસ મથકે મૂળ મોખાણા અને હાલે માધાપર રહેતા વિશાભાઇ ઉર્ફે વિષ્ણુભાઇ વાસણભાઇ?જીવાભાઇ?વરચંદે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 5/9ના તેઓ પરિવાર સાથે મોખાણામાં રામદેવપીરની કોરીના પ્રસંગમાં ગયા હતા ત્યારે દોઢ-બે વર્ષ પૂર્વે ભાઇઓના ઝઘડાના મનદુ:ખમાં આરોપીઓ તેજાભાઇ જીવાભાઇ વેરાભાઇ વરચંદ, કાનાભાઇ જીવાભાઇ વેરાભાઇ વરચંદ, માવજીભાઇ વાસણભાઇ વરચંદ, ભરત વાસણભાઇ વરચંદ, માયાબેન માવજીભાઇ વાસણભાઇ વરચંદ અને વાસુબેન વાસણભાઇ જીવાભાઇ વરચંદ (રહે. તમામ મોખાણા)એ ગાળાગાળી કરી લોખંડના પાઇપ-લાકડી અને હાથો વડે માર મારી બીજીવાર ગામમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મુંદરા પોલીસ મથકે મોટી ભુજપુરના યોગેશ રમેશભાઇ ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરનું લીમડાનું ઝાડ?પડોશી શિવમભાઇએ કાપી નાખતાં તેનો ઠપકો આપતાં તેના મનદુ:ખમાં આરોપીઓ શિવમ રમેશગિરિ ગુંસાઇ, શુભમ રમેશગિરિ ગુંસાઇ, પ્રતિમાબેન રમેશગિરિ ગુંસાઇ અને શિવમના પત્નીએ તા. 6/9ના ઝઘડો કરી ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang