• મંગળવાર, 30 એપ્રિલ, 2024

દેશલપર (ગું.)માં જુગારના બે દરોડામાં 11 જુગારી ઝડપાયા, ત્રણ નાસ્યા

ભુજ/ગાંધીધામ, તા. 16 : ગઇકાલે નખત્રાણા પોલીસે દેશલપર (ગુંતલી)ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બે પડ જમાવી જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને ઝડપી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી નાસી છૂટયા હતા, જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 11,800 સાથે પકડી પાડયા હતા. નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે દેશલપર (ગુંતલી)ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા પૂંજા મમુ કોલી (કોટડા-.), હારુન નાથા હજામ (મથલ), ખીમજી પેરાજ મહેશ્વરી (મુરૂ) અને વીરજી ખીમજી લોંચા તથા મુસા ફકીર સોઢા (રહે. બંને દેશલપર-ગું.)ને રોકડા રૂા. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજીતરફ વિસ્તારમાં નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા ભસરિયા નંગર જત (લુડબાય), દાઉદ લતીફ રાયમા (રતડિયા, તા. નખત્રાણા) અને ઇલિયાસ જાકબ ઓસમાણ લાંઘાય, જાનમામદ જાકબ ઓસમાણ લાંઘાય, અદ્રેમાન રમધાન ઠુડિયા, અલીમામદ અબ્બાસ નારેજા (રહે. તમામ દેશલપર-ગું.)ને ઝડપી લેવાયા હતા, જ્યારે ઇબ્રાહીમ મુબારક ખલીફા, તાહરાન હયાત જીએજા, લુકમાન અલીમામદ લાંઘાય (રહે. ત્રણે દેશલપર-ગું.) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી નવ જુગારી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જુગારના બે ગણનાપાત્ર કેસની કામગીરીમાં નખત્રાણાના પી.આઇ. . એમ. મકવાણા, .એસ.આઇ. યશવંતદાન ગઢવી, પિંકરાજસિંહ સોલંકી, હે.કો. નિકુંજદાન ગઢવી, કોન્સ. વનરાજસિંહ જાડેજા, મયંકભાઇ જોશી, મોહનભાઇ ગઢવી, લાખાભાઇ રબારી, રમેશભાઇ રબારી, રણજિતસિંહ જાડેજા તથા નીલેશભાઇ સોલંકી જોડાયા હતા. બીજીતરફ નાની ચીરઇ ગામમાં મસ્જિદ ચોક પાસે અમુક શખ્સો ગોળ કુંડાળુ વાળી જાહેરમાં જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે ગત મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અકબર હાસમ પરીટ, ઇસ્માઇલ અયુબ છરેચા, અકબર ઉમર નાગડા, અબ્બાસ આદમ કોરેજા તથા ઇશા ઉમર નાગડાને પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 11,800 હસ્તગત કરાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang