• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઠગાઈનો આરોપી 3.25 લાખની રકમ ક્રિકેટ સટ્ટામાં હારી ગયો

ગાંધીધામ, તા. 16 : આદિપુરમાં શોરૂમ વિશ્વાસઘાતના પ્રકરણના આરોપીને પૂછપરછ માટે પોલીસ મથકે લવાતાં પોતે ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી ગયો હોવાનું તથા તેના મોબાઈલમાં સટ્ટો જણાતાં તેના વિરુદ્ધ અલાયદી ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરમાં કાર્ગો મોટર સાઈકલના શો રૂમમાં થયેલ રૂા. 3,25,000ની વિશ્વાસઘાતની ફરિયાદ  પ્રકરણના આરોપી અંજારના લાભુમોહન સુંબડને પોલીસ મથકે લઈ આવી તેની પોલીસ પૂછપરછ કરી રહી હતી તેવામાં છેતરપિંડીના ગુના કામે લીધેલા પૈસા પોતે આઈપીએલની અલગ-અલગ ક્રિકેટ મેચ દરમ્યાન સટ્ટો રમતાં0 હારી ગયો હોવાનું બહાર આવ્યું હતું. તેના મોબાઈલમાં જોવાતાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જેનીસ 247 ડોટ કોમ નામનું વેબપેજ ખૂલેલું જણાયું હતું, જેમાં ક્રિકેટ મેચની હારજીતના આંકડા વધ-ઘટ થતાં હોવાનું જણાયું હતું. તે પોતે સાઈટમાં ઓનલાઈન આઈડી મેળવી સટ્ટો રમતો હતો. પોલીસે શખ્સ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang