• મંગળવાર, 30 એપ્રિલ, 2024

બિટકોઇનમાં રોકાણને લઇ મુંદરાના શખ્સ સાથે 3.66 લાખની છેતરપિંડી

ભુજ, તા. 15 : નવેક માસ પૂર્વે મુંદરાના શખ્સ સાથે બિટકોઈનમાં રોકાણને લઇને કુલે રૂા. 3,66,400ની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી, જેમાં સાયબર ક્રાઇમ સેલ (એલસીબી) ગુમાવેલી રકમમાંથી રૂા. 2,88,700 પરત અપાવ્યા હતા. બનાવ અંગે એલસીબીના સાયબર ક્રાઇમ સેલે જાહેર કરેલી વિગતો મુજબ મુંદરાના નિખિલકુમાર રાયને તા. 12/7/23ના અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે, બિટકોઈનમાં રોકાણ કરવાથી ચારગણું વળતર મળશે. માટે ડિજિટલ એનર્જી માઇનર નામની એપ્લિકેશનમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા જણાવતાં અરજદાર નિખિલકુમાર લાલચમાં આવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી રૂા. 3,66,400 મોકલાવ્યા બાદ સામેવાળાએ કોઇ વળતર આપી અરજદારનો સંપર્ક બંધ?કરી દેતાં અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનું જણાઇ આવ્યું હતું. આથી અરજદાર નિખિલકુમારે સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે ભોગ બનનારાને મદદરૂપ થઇ તાત્કાલિક પત્રવ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી રકમમાંથી રૂા. 2,88,700 અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang