• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાપરમાં એ.સી.ના પાણી અંગે કહેવા જતાં પિતા-પુત્ર ઉપર શખ્સોનો હુમલો

ગાંધીધામ, તા. 15 : રાપરની સોની બજારમાં .સી.ના પાઇપનું પાણી આવતું હોવાનું કહેવા જતાં વેપારી પિતા-પુત્ર ઉપર પાડોશી દુકાનદારોએ હુમલો કર્યો હતો. બીજીબાજુ અંજાર-સાપેડા માર્ગ પર વાડીમાં બારેક જેટલા શખ્સે યુવાન ઉપર ધારિયા વગેરે હથિયારો વડે હુમલો કર્યો હતો. રાપરના ઉલેટવાસમાં રહેનારો અશોક ધનજી સોની અને તેનો દીકરો રાજ રાપરની સોની બજારમાં સોનીની દુકાન ચલાવે છે. બાજુમાં પ્રકાશ નવીન સોનીની દુકાન આવેલી છે. આરોપી પ્રકાશની દુકાનમાં લાગેલા .સી.ના પાઇપનું પાણી ફરિયાદીની દુકાન પાસે આવતું હોવાથી ગત તા. 12/4ના તે પાડોશી દુકાનદારને કહેવા ગયા હતા, ત્યારે આરોપી પ્રકાશ અને તેનો દીકરો યશાંશ ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડનો આંકડો લઇ આવી ફરિયાદી રાજને માથા પર તથા અશોક સોનીના હાથ પર હુમલો કર્યો હતો, જેમાં બંને પિતા-પુત્ર ઘવાયા હતા અને પિતાને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ અંજાર-સાપેડા વચ્ચે રીવેરા ફાર્મની સામે આવેલી વાડીમાં મારામારી થઇ હતી. અંજારમાં રહેતા ફરિયાદી કમલ રાણા આહીરને તેના મામા અજા રવા આહીરનો ફોન આવ્યો હતો અને મારી વાડીમાં અમુક લોકો ઘૂસી આવી ફેન્સિંગ તોડી, ઓરડી બનાવતા હોવાનું કહેતાં ફરિયાદી ત્યાં ગયા હતા, ત્યારે મશીન વડે ફેન્સિંગ તોડી વાડીનો પાયો તોડી 20 વર્ષ જૂના આંબાના ઝાડ કાઢી નાખવામાં આવ્યા હતા અને ઓરડીનું ચણતર કરાતું હતું. આરોપી એવા રાજેશ મોહન ગામોટ, નિતેશ રાજેશ ગામોટ, અમિત કાપડી, સંજય કાપડી, નવીન બારોટ, સંજય ઉર્ફે બન્ટી રાજગોર તથા અન્ય પાંચથી શખ્સને ફરિયાદી સમજાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ધારિયા, પાઇપ, ત્રિકમ વગેરે હથિયારો લઇ આવી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. ગત તા. 7/4ના બનેલા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang