• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : હરગોવિંદ જોશી (કપ્ટા) (વીજતંત્ર) (ઉ.વ. 87) તે સ્વ. મોતીબાઇ મથરાદાસ કપ્ટાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, પરેશ કપ્ટા અને પરાગ કપ્ટા (કપ્ટા સ્ટુડિયો)ના પિતા, પ્રીતિ, કિરણના સસરા, હાર્દિક, સ્મિત, તરંગના દાદા, પ્રિયાંશના પરદાદા, જીગિશા, નિધિના દાદાસસરા, સ્વ. પ્રતાપભાઇ, રામભાઇ, પારુબેનના ભાઇ, ભૂપેન્દ્ર, ભરત, જોતિકા, કુણાલ, રુચિતાના કાકા, સ્વ. શાંતિબેન ભીમજીભાઇ જોશી (પણિયા)ના જમાઇ તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર પ્રાર્થના હોલ, ભુજ ખાતે.

ભુજ : લાલજી દેવજી પરમાર (દેવીપૂજક) (ઉ.વ. 46) તે રતનબેનના પતિ, અજય, બિપીન, ક્રિષ્ના, પૂજાના પિતા, રમેશ દેવજી, નર્મદા ખીમજી વાઘેલા, લક્ષ્મીબેન નારાણ વાઘેલાના ભાઇ, નિધિ, આર્યા, આરાધના, હાર્દિકના દાદા, ખુશી, યશ્વી, માનવના નાના, દેવજી શામજી અને હીરુબેન વાઘેલાના જમાઇ, જ્યોતિબેન બિપીન, ઉર્મિલાબેન અજય, ધીરજ ખીમજી વાઘેલાના સસરા તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન ભૂતેશ્વર, ભીડ નાકા બહાર, મારવાડીવાસની બાજુમાં, ભુજ.

ભુજ : ટાંક ખેરૂનીશા ઇસ્માઇલખાન (ઉ.વ. 81) તે મ. ગુલાબખાન પઠાણ (એડવોકેટ), મહેબૂબખાન પઠાણ (એડવોકેટ), જુસબખાન ટાંક (પ્રિન્સિપાલ મુસ્લિમ સ્કૂલ), નાસીરખાન ટાંક, વહીદાબેન પઠાણના માતા તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-11-2025ના ગુરુવારે સવારે 10થી 11 મહમદ મિયાં સોતા બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : ચોબારીના હાલે અંજાર ખત્રી અબ્દુલલતીફ હાસમ (ઉ.વ. 70) તે મ. રોમતબાઈ (ભુજ), રુકિયાબાઈ (પૂના), હવાબાઈ (સામખિયાળી), ખેરૂન્નીશાબેન (ધમડકા)ના ભાઈ, મ. અયુબ (ભુજ), મ. ઉંમર (સામખિયાળી), અબ્દુલલતીફ (ભુજ), આદમ (સામખિયાળી), અબ્દુલગફુર (સામખિયાળી)ના બનેવી તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ખત્રી જમાતખાના, ખત્રી ચોક, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાજડાના અમરબા બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 90) તે જાડેજા બહાદુરસિંહ ભાઇજીભાના પત્ની, ગોવિંદસિંહ, ગુલાબસિંહ, રઘુવીરસિંહ, જનકબા હનુભા ઝાલા (રંગપર), રસિકબા હરપાલસિંહ ઝાલા (ભલાળા), અરૂણાબા વિક્રમસિંહ વાઢેર (રોહા)ના માતા, રવુભા ગુલાબસિંહ, સ્વ. દેવુભા, આસુભા, ગજુભા, પ્રવીણબાના કાકી, ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ, નરેન્દ્રસિંહ, કરણસિંહ, મનીષાબાના દાદી તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 શક્તિધામ, મિરજાપર રોડ, ભુજ ખાતે. ઉત્તરક્રિયા તા. 5-12-2025ના નિવાસસ્થાન, 55/ડી, સંસ્કારનગર, જલારામ કોટેજીસની બાજુમાં, ભુજ ખાતે.

ગાંધીધામ : લક્ષ્મીબેન સીજુ (ઉ.વ. 75) તે સ્વ. મૂરજીભાઈ વિરમભાઇ સીજુના પત્ની, સ્વ. આલારામ, વાલજીભાઈ, પચાણભાઈ, રવિ (વીરજી), અમિબેન રામજી બડગાના માતા, સ્વ. વેલાભાઈ કાનાભાઈ ગુડારના પુત્રી, સ્વ. શામજીભાઈ વેલા ગુડાર, મગીબેન હમીર મંગરિયા, ખીમીબેન કાનજી હિંગણાના બહેન, સ્વ. બિજલભાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. રામજીભાઈ પાલા, ભીખાભાઈ, આતુભાઇના ભાભી, હંસાબેન, વાલુબેન, નવીન, તુલસી, ભીમજી, ભરતના મોટીમા, ગીતાબેન, ડાઇબેન, ભાવનાબેન, દંમયતીબેન, રામજી પૂંજાભાઈ બડગાના સાસુ, સુરેશભાઈ, રમેશ, કાંતિ ગુડારના ફઈ, પ્રવીણ, વિનોદ, પંકજ, ચેતન, આનંદ, જયેશ, હિરેન, પારુબેન કુંદનકુમાર મારૂ, હંસાબેન અશોકકુમાર જેપાર, હેતલબેન, અરૂણા, પાયલ, જાનકી, શાન, મહેર, અગસ્ત્ય, હેતવીના દાદી, સ્વ. ઈશ્વર, નરેશ, સ્વ. પ્રકાશ, ભરત, મમતા, ઉર્મિલા, હસમુખ, રાધા, કલ્પેશ, ભૂમિના નાની તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 26-11-2025ના તથા ઘડાઢોળ (પાણી) તા. 27-11-2025ના નિવાસસ્થાન પ્લોટ નં. 328, સેક્ટર-7, મહેશ્વરી સમાજવાડીની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : ઉર્મિલાબેન મકવાણા (ઉ.વ. 58) તે સ્વ. અજિતભાઇ બી. મકવાણા (પા.પુ.)ના પત્ની, શ્વેતાબેન વિશાલભાઇ પરમાર (અંજાર)ના માતા, બચુભાઈ જુઠાભાઈ રાઠોડ (ગોંડલ)ના પુત્રી, નલિનભાઇ, પ્રફુલ્લભાઇ, વીણાબેન કિશોરભાઇ ડોડિયાના બહેન, ઉષાબેન રણજિતભાઇ મકવાણા (ભચાઉ), જિજ્ઞાબેન જયજીતભાઈ મકવાણા (અંજાર)ના મોટા ભાભી, જયવીર, સાગરના મોટીબા, પલક, કૃપાના નાની તા. 24-11-202પના અવસાન પામ્યા છે. બેસણું ભાઇઓ-બહેનોનું તા. ર8-11-202પના શુક્રવારે સાંજે 4થી 5 રોટરી હોલ, એસ.ટી. બસ સ્ટેશન પાસે, અંજાર ખાતે.

બળદિયા (તા. ભુજ) : પરેશ વાલજી લોંચા તે સ્વ. વાલજી અને રામીબેનના પુત્ર, માનબાઇના પતિ, રાજેશ, પુષ્પા, ભાવનાના ભાઇ, મિત તથા પ્રિતના પિતા, સાવિત્રીબેનના જેઠ, મગન પેથા લોંચા, પ્રેમજી જેઠાના કાકાઇ ભાઇ, હીરા અજા ખોખર (ખંભરા)ના જમાઇ, ગોપાલ હીરજીના બનેવી, મનજી વિરા બુચિયા, માલશીં પેથા બોખાણીના સાળા, લાખા ભામુ, બુદ્ધા ભામુ મેરિયાના ભાણેજ, ઉર્વી, વસુંધરા, દેવેન્દ્રના મોટાબાપુ તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 26-11-2025ના બુધવારે આગરી, સત્સંગ અને તા. 27-11-2025ના ગુરુવારે ઘડાઢોળ ઉપલોવાસ, બળદિયા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના લક્ષ્મીબેન બળગા (ઉ.વ. 75) તે સ્વ. જીવાબેન, માયાભાઇ દેવશીભાઇ બળગાના પુત્રવધૂ, પચાણભાઇ બળગાના પત્ની, સ્વ. ડાયાભાઇ તામલ, સ્વ. ભીમજીભાઇ તામલ, સ્વ. કરમશીભાઇ તામલ, શિવજીભાઇ તામલ, ગોપાલભાઇ માયા, નારાણભાઇ માયા, પરબત માંડણ, પૂંજાભાઇ માંડણ, લક્ષ્મીબેન ગેલારામ બોખાણી (આદિપુર), લાછુબેન હરજી સીજુ (ભુજોડી), લાલુબેન ભારમલ ગંઢેર (ભુજ)ના ભાભી, પરેશ, પ્રતીક, હરેશ, રેખાબેન રાજેશ લોંચા (આદિપુર)ના માતા, ગોવિંદભાઇ, અરજણભાઇ, શામજી મગાભાઇ, દેવલબેન રામજી બોખાણી (આદિપુર)ના કાકી, રોહિત, નીલેશ, નીતાબેન, હિરેનના મોટાબા, સુનીલ, હેમાંગ, જેનિલ, નિમિષાના દાદી, હરજી ગોવિંદ જોગુ (અંજાર)ના પુત્રી, સ્વ. સુમારભાઇ, સ્વ. રામજીભાઇ, વાલજીભાઇ, જીવાબેન ખીમજી મંગરિયા (બિદડા)ના બહેન, વર્ષાબેન, કાંતાબેન, આશાબેનના સાસુ તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી (બારસ) તા. 26-11-2025ના તથા ઘડાઢોળ તા. 27-11-2025ના નિવાસસ્થાન કોટકનગર, પ્લોટ નં. 53, નવાવાસ, માધાપર ખાતે.

કાઠડા (તા. માંડવી) : માલાબાઇ આશા ગઢવી તે આશા મૂરજી ગઢવીના પત્ની, કરસન, નરનના માતા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. પાણી તા. 2-12-2025ના નિવાસસ્થાને.

દેવપર-ગઢ (તા. માંડવી) : ખેરાજ આતુ બુચિયા (ઉ.વ. 74) તે માલબાઈના  પતિ, સ્વ. જાનબાઈ આતુ બુચિયાના પુત્ર, લધાભાઈબેબીબાઈ, ભાણબાઈ, જેઠાભાઈ, લાલજીભાઈના ભાઈ, મોહન, તુલસીના પિતા, ખીરા થાવર (કોટડા રોહા)ના જમાઈ, નાનજી, ગાવિંદ, હંસાબેન, નેણબાઈ, ભાવનાના મોટાબાપા, ક્રિષ્નાબેન, નરેન્દ્ર, કિશન, નિમેષ, ચાંદના દાદા તા 24-11-2025ના આવસાન પામ્યા છે.

મઉં મોટી (તા. માંડવી) : રાઠોડ વેસુભા પચાણજી તે સ્વ. પચાણજી લધુજીના પુત્ર, રાઠોડ દાજીભા, સ્વ. પ્રતાપાસિંહ, દાનુભા, સોઢા તાજુબા, હિરાબા, સજનબાના મોટા ભાઈ, હિમતસિંહ, મહેન્દ્રસિંહ, જયદીપાસિંહ, ગીતાબા, વૈશાલીબાના પિતા, રાઠોડ આમરજી સુરાજીના કાકાઇ ભાઇ, સ્વ. લધુજી દાદુજી જાડેજા (કોટડી-મહાદેવપુરી)ના જમાઈ તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-12-2025 સુધી નિવાસસ્થાને તેમજ બારમું તા. 5-12-2025ના શુક્રવારે નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : મૂળ ગોયલાના કલાવંતીબેન (ઉ.વ. 91) તે સ્વ. ગોપાલજી વાલજી ગણગણાત્રાના પત્ની, સ્વ. મોંઘીબેન વાલજી મેઘજી ગણાત્રાના પુત્રવધૂ, સ્વ. સાકરબેન કરસનદાસ રતનશી મોજાર (કોઠારા હાલે દાવનગિરિ)ના પુત્રી, ભદ્રસેન, ગં.સ્વ. જ્યોતિ દયાળજી ઠક્કર (માંડવી હાલે ભુજ), હરેશ, રમીલા ભરતભાઈ પવાણી (મસ્કત), જિતેન્દ્ર, જ્યોત્સના અશોકભાઈ ઠક્કર (પૂણે), હિતેષના માતા, સ્વ. શામજી, જાદવજી, રમેશ, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. હીરુબેન, ગં.સ્વ. ગોદાવરીબેન, સ્વ. લીલાવંતીબેન, દમયંતીબેનના ભાભી, સ્વ. મંગલદાસ, સ્વ. દયાળજી, સ્વ. દિલીપ, સ્વ. તુલસીદાસ, સુરેશ, સ્વ. શારદાબેન, ગં.સ્વ. દમયંતીબેન, વિજયાબેન, વનલતાબેન (બેબીબેન)ના બહેન, પ્રતિમા, મંજુલા, મિતા, હિનાના સાસુ, નમ્રતા અમિતભાઈ પંડિતપુત્રા (ઘાટકોપર), અંકિતા કેતનભાઈ મોટનપુત્રા (વડાલા), અક્ષય, હિરાલી ભરતભાઈ સોમૈયા (અમરાવતી), જિગર, ટીશા, દેવ, ઝીલના દાદી, હિમાદ્રી અક્ષયના દાદીસાસુ, ક્રીમાલી ભાવિનભાઈ ઠક્કર (મુલુંડ), અંકુર, જય, પાર્થ, ક્રિપા આત્મય ગોરડિયા (ઓકલેન્ડ), પ્રીતેશ, પ્રાચીના નાની, રાધિકા અંકુરના નાનીસાસુ તા. 17-11-2025ના બાગલકોટ (કર્ણાટક) મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલી નથી. લૌકિક વ્યવહાર      બંધ છે.

બારા (તા. અબડાસા) : જાડેજા બહાદુરસિંહ મેઘરાજજી (નિવૃત્ત એસ.ટી. ડેપો-નલિયા) (ઉ.વ. 88) તે જાડેજા દિલીપસિંહ (નિવૃત્ત એસ.ટી. ડેપો-નલિયા), જાડેજા પૃથ્વીરાજસિંહ (એમ.એસ.વી. હાઇસ્કૂલ-માધાપર), મહાવીરસિંહ (કોડાય હાઇસ્કૂલ)ના પિતા, સહદેવસિંહ (નિવૃત્ત આર્મી), સુખદેવસિંહ (કલેક્ટર કચેરી-ભુજ)ના કાકા, કિશોરસિંહ (જિલ્લા પંચાયત-ભુજ), પ્રદ્યુમનસિંહ (એસ.ટી. ડેપો-ભુજ)ના મોટાબાપુ, બલદેવસિંહ (જીપીસીબી-ગાંધીનગર), ભગીરથસિંહ (આર્મી), યોગેન્દ્રસિંહ, અક્ષયસિંહ, જયરાજસિંહ, જદુવીરસિંહના દાદા તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-11થી 5-12-2025 સુધી 9થી 5 બારા ભાયાત ડેલી ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 6-12-2025ના શનિવારે.

રાજકોટ : મૂળ ગોંડલના ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હરીશચંદ્રભાઈ નટવરલાલ જોષી (ઉ.વ. 8ર) (વેસ્ટર્ન રેલવે રાજકોટ) તે ભારતીબેનના પતિ, સ્વ. દિનેશચંદ્ર જોષી, સ્વ. જગદીશચંદ્ર જોશી, ઇન્દુબેન હસમુખરાય જોષીના નાના ભાઈ, બીનાબેન, જિજ્ઞાબેન, પૂનમબેન, પ્રતિભાબેન, હિરેનભાઈના પિતા તા. ર4-11-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 27-11-2025ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન હેમા એપાર્ટમેન્ટ-1, કૈલાસવાડી, ગાયત્રી ડેરીની પાછળ, જંક્શન પ્લોટ, રાજકોટ ખાતે. (લૌકિક પ્રથા બંધ છે.)

અમદાવાદ : રૂપલબેન પ્રશાંતભાઈ સીતાપરા (ઉ.વ. 43) તે પ્રશાંતભાઈ દિનેશભાઈ સીતાપરાના પત્ની, ગં.સ્વ નિર્મળાબેન દિનેશભાઈ સીતાપરાના પુત્રવધૂ, પિન્કેશના ભાભી, માધુરીબેનના જેઠાણી, સ્વ. મીનાબેન દીપકભાઈ ત્રિવેદીના પુત્રી, સ્મિતાબેન રાજેશ ત્રિવેદી (જામનગર)ના બહેન, વંશના માસી તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-11-2025ના ગુરુવારે સાંજે 4થી 6 સુમન સજની કોમ્યુનિટી હોલ, ગાર્ડન કેનાલ રોડ, ઘોડાસર, અમદાવાદ ખાતે.

જામનગર : મૂળ વિંઝાણ (તા. અબડાસા)ના દયારામભાઈ ગણાત્રા (ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીબેન કાનજીભાઈ ધારશીભાઈ ગણાત્રાના પુત્ર, શારદાબેનના પતિ, સ્વ. જમનાદાસ, સ્વ. તુલસીદાસ, રામદાસ, મંગલદાસ, વિસનજીભાઈ, નર્મદાબેન નવીનભાઈ ઠક્કર, સરસ્વતીબેન ગોપાલભાઈ પોપટના ભાઈ, અલ્પાબેન મયૂરભાઈ સોમેશ્વર (કોડાય), ઉષાબેન મયૂરભાઈ પાંધી (તેરા), કમલેશભાઈ, ચેતનભાઇ, નીલમના પિતા, વિધિબેન જગદીશભાઈ ગણાત્રાના મોટા સસરા, રીટાબેન ચેતનકુમાર તન્ના, અનિતાબેન મયૂરકુમાર સોમેશ્વર, પૂજાબેન પાર્થભાઈ અનમના મોટાબાપા, દેવકીબેન શંકરલાલ કરમશીભાઈ ટારી (જખૌ)ના જમાઈ, મોહનભાઈ, પ્રેમજીભાઈ, હરિભાઈ, હંસાબેનના બનેવી, રાજ, રુદ્ર, તીશા, કાજલના નાના તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દિગ્વિજય પ્લોટ નં. 54, મોટો પાણીનો ટાંકો, સિંધી ભાનુશાળી વાડી, જામનગર ખાતે. 

Panchang

dd