ભુજ, તા. 25 : આઠથી સાડા આઠ વર્ષ પૂર્વે પોલીસ
પર હુમલા અને ફરજમાં રૂકાવટના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની ટૂંક
વિગતો મુજબ ફરિયાદી માંડવીના પોલીસ કોન્સ. સણધારસિંહ સંગ્રામસિંહ વાઘેલાએ એવી ફરિયાદ
નોંધાવી હતી કે, તા. 2/5/2018ના રાતે માંડવી પુલ ઉપર છ ઈસમે
પોલીસ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગે ગુનો નોંધાયો હતો. આ કેસ માંડવી
કોર્ટમાં ચાલી જતાં આરોપી મામદશા ગુલામરસૂલ સૈયદ,
કબીર ગુલામરસૂલ સૈયદ (રહે. માંડવી)ને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી
નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરફે અલ્તાબગની એચ. ચાવડા હાજર રહ્યા
હતા. - ગુજસીટોકના કેસના આરોપીઓને
જામીન : ગત તા. 5/6/25ના અંજાર પોલીસ મથકે આરોપીઓ અઝરુદીન ઉર્ફે સબ્બીર ઉર્ફે સબલો
નજમુદીન બાયડ, ફિરોઝ રમજુભાઈ લંધા તથા
વસંત ઉર્ફે વસલો રમેશભાઈ કોલી ભેગા મળી સંગઠિત થઈ ગુના આચરતી ટોળકી બનાવી ગુના આચરતાની
ફરિયાદ બાદ આરોપીઓની અટક કરાઈ હતી. કોર્ટમાં રજૂ કરાયા બાદ જ્યુ. કસ્ટડીમાં મોકલી અપાયા
હતા. આરોપી ફિરોઝ તથા વસંત ઉર્ફે વસલોએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરતાં ભુજની સેન્શન
કોર્ટે બંને આરોપીના જામીન મંજૂર કર્યા છે. આરોપી તરફે જામીન માટે વકીલ તરીકે એમ.એ.
ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા,
વી.કે. સાંધ, આઈ.એ. કુંભાર, ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા.