• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

જિલ્લાકક્ષાની ખેલમહાકુંભ સ્કેટિંગ હરીફાઈમાં ગાંધીધામના ખેલાડીઓએ મેદાન માર્યું

ગાંધીધામ, તા. 25 : ખેલ મહાકુંભ અંતર્ગત નખત્રાણા અને વર્માનગર ખાતે જિલ્લાકક્ષાની સ્કેટિંગ હરીફાઈ યોજાઈ હતી. વિજેતાઓએ  ચંદ્રકો મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી. આ પ્રતિયોગિતામાં રમાબેન મોહનભાઈ દાવડા ફિઝિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગાંધીધામની એ.ડી.  સ્કેટિંગ સ્કૂલના છાત્રોએ ભાગ લીધો હતો. અંડર-11 ક્વાડ ગર્લ્સ વિભાગમાં આરાધ્યા કોચરાએ 1000 મી.માં બ્રોન્ઝ મેડલ, અંડર-14 ક્વાડ બોયઝમાં ખુશાલ કોડરાણીએ  500 મીટરમાં ગોલ્ડ મેડલ, સિદ્ધાર્થ જટાએ 500 અને 1000 મીટરમાં  ગોલ્ડ મેડલ, ક્વાડ ગર્લ્સ વિભાગમાં  ભાવના ગુપ્તાએ 500 અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ, ઇનલાઇન બોયસમાં સ્પર્શ રાયે 500 અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ, ઇનલાઇન ગર્લ્સમાં ચાર્મી પ્રજાપતિએ 500 અને 1000 મીટરમાં સિલ્વર મેડલ. અંડર-17 ક્વાડ ગર્લ્સમાં  વિધિ દવેએ 500 મીટરમાં ગોલ્ડ અને 1000 મીટરમાં સિલ્વર મેડલ તેમજ ઇનલાઇન બોયઝમાં શિવમ હરસોરાએ 500 અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ  અને જીલ મહેશ્વરીએ 500 અને 1000 મીટરમાં  સિલ્વર મેડલ સાથે સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત ઓપન એજ ગ્રુપમાં દૃષ્ટિ ધોરડાએ 500 અને 1000 મીટરમાં ગોલ્ડ મેડલ, દિનેશ રાઠોડે 500 અને 1000 મીટરમાં સિલ્વર મેડલ, સોમિલ લાલવાણીએ 500 અને 1000 મીટરમાં  બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાની હરીફાઈમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. કોચ અંકુર દાવડા, ડી.એન.વી. કોલેજના  ટ્રસ્ટી મહેન્દ્ર બલદાણિયા, પૃથ્વી બલદાણિયા, સંચાલક ટ્રસ્ટના નરેન્દ્રભાઈ દાવડા, જસુબેન દાવડા રાજેન્દ્ર વિઠલાણી, કિશોરભાઈ ગોટેચા સહિતનાએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. 

Panchang

dd