• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ભુજમાં સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસ કરાશે

ભુજ, તા. 25 : ઐતિહાસિક નગર ભુજના 478મા સ્થાપનાદિન નિમિત્તે ઉપપ્રમુખ ઘનશ્યામ  ઠક્કર અને રાજવી પરિવારના પ્રતિનિધિઓ દ્વારા ખીલીપૂજન કરવામાં આવ્યું હતું. પૂજન શાત્રી તેજસભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ભુજના દૃશ્યો દોરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની તમામ પ્રતિમાઓને હારારોપણ કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહ જાડેજાએ ભુજ શહેરના વિકાસની તમામ ખૂટતી કડીઓ પૂરી કરવામાં રાજવી પરિવાર મદદરૂપ બનશે તેવી તત્પરતા દેખાડી હતી. ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, ભુજ નગરપાલિકાની સમગ્ર ટીમ વિકાસની ખૂટતી કડીઓ પૂરવાના પ્રયાસો કરી રહી છે. આવનારા દિવસોમાં શહેરીજનોના સહકારથી ચોક્કસપણે સૌ સાથે મળીને મારું ભુજ સુંદર ભુજ બનાવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, વીજુબેન રબારી, ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી હસ્મિતાબેન ગોર, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, જિગરભાઈ શાહ, જયંત ઠક્કર, ભૌમિક વચ્છરાજાની, શાસકપક્ષના નેતા કમલ ગઢવી, અનિલ છત્રાળા, કશ્યપ ગોર, મનીષાબેન સોલંકી, મનુભા જાડેજા, ધીરેન શાહ, સાવિત્રીબેન જાટ, રેશ્માબેન ઝવેરી, દિલીપ ઠક્કર, અનવર નોડે સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનુભા જાડેજાએ, આભારવિધિ શાસકપક્ષના નેતા કમલ ગઢવીએ કરી હતી. - શહેરમાં દૂધની ધારાવહી : ઐતિહાસિક કચ્છનાં પાટનગર ભુજનો 477મો સ્થાપના દિને વહેલી સવારે ભુજિયા ડુંગર પાસે સત્યમ સંસ્થાની ટીમ દ્વારા દૂધની ધારાવહી કરાઈ હતી, ખીલી પૂજન કરાયું તેમજ ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કાપી પાંચનાકા છઠ્ઠીબારી અને ચારેય રિલોકેશન સાઈટમાં આસોપાલવનાં તોરણો બંધાયા ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજનું દૃશ્ય દોરવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ઈનામો અને બાળકોને અલ્પાહારની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઈ મનજી (નકવાણી) ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો.ઓ. બેંકના ડાયરેક્ટર અને પૂર્વ નગરસેવક ધિરેનભાઈ ઠક્કર દ્વારા કરાઈ હતી. ભુજ દર્શન માટે પૂર્વ નગરપતિ સ્વ. રસિકભાઈ ઠક્કરની યાદમાં પરિવાર તરફથી સહયોગ સાંપડયો હતો. મીઠાઈ નૂતન સ્વામિનારાયણ મંદિર તરફથી અપાઈ હતી. કેક પેરિસ બેકરી તરફથી અપાઈ હતી. ચિત્ર સ્પર્ધામાં દરબારગઢ કન્યાશાળાનાં બાળકો વિજેતા બન્યાં હતાં. નિર્ણાયક તરીકે કાર્તિક અંતાણી, ભૂમિબેન અંતાણી, શિવાંગ અંતાણી તેમજ ઉર્મિબેન અંતાણીએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં દર્શક અંતાણી, નરેન્દ્ર સ્વાદિયા, માલશ્રીબેન ગઢવી અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, રામુબેન પટેલ, અનવરભાઈ નોડે, દિલીપભાઈ ઠક્કર વિ. ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેએ શુભેચ્છા પાઠવી હતી. હેનિશ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ સ્થાપના દિવસની ઉજવણીએ વાઈસ ચેરમેન ચિરાગ જૈન દ્વારા વિવિધ સ્થળે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ફળ અને અલ્પાહાર અપાયા હતા. ટ્રસ્ટ દ્વારા મારું ભુજ સુંદર ભુજ રહે એવી લોકોને અપીલ કરાઈ હતી. કુ. નિશા, કુ. તૃપ્તિ તથા સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. દાતા પ્રેમજીભાઈના સહયોગથી આ કાર્ય કરાયું હતું. 

Panchang

dd