ભુજ : હરગોવિંદ જોશી (કપ્ટા) (ઉ.વ. 87) તે મથરાદાસ કપ્ટાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, પરેશ કપ્ટા અને પરાગ કપ્ટા (કપ્ટા
સ્ટુડિયો)ના પિતા તા. 24-11-2025ના
અવસાન પામ્યા છે.
ભુજ
: મંજુલાબેન ખીમજીભાઇ લાખાણી (સલાટ) (ઉ.વ. 75) તે
સ્વ. ખીમજીભાઇ નરસિંહના પત્ની, સ્વ. ગોવિંદજી કચૂંના પુત્રી,
આશા, ગીતા, સ્વ. કાન્તા,
સ્વ. દીપક, મનીષભાઇના માતા, નીતિનભાઇ, સુરેશભાઇ, ભાવનાબેન,
માનસીબેનના સાસુ, કેવલ, દેવાંગ,
વિભૂતિ, હંસવી, ઓમના દાદી,
અજય, મિતેષ, અલ્પેશ,
મિલાપ, સુમિતના નાની તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2025ના સાંજે 4.30થી
5.30 સલાટ જ્ઞાતિની સમાજવાડી, દાંડીવાળા હનુમાન મંદિર પાસે, ભુજ ખાતે.
ભુજ
: કુંભાર હાજિયાણી ખતિજાબાઇ ઇશાક (અખાડેવાળા) (ઉ.વ. 95) તે હાજી મુસા, હાજી હારુન,
અબ્દુલગફુર (અખાડેવાળા)ના માતા, હાજી જાફર (માંડવી),
હાજી મહેમૂદ લોટા, હાજી ઇસ્માઇલ ભોજના સાસુ,
હાજી નૂરમામદ માટી, હાજી રમઝાન માટી (માંડવી)ના
બહેન તા. 24-11-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 26-11-2025ના
બુધવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા બહાર,
ભુજ ખાતે.
ભુજ
: પિંજારા જેબુનિશા આરીફ તે પિંજારા આરીફ દાઉદના પત્ની, પિંજારા મામદ બુઢાના પુત્રી, પિંજારા ગની, હુશેનના ભાભી, ઝહીરઅબ્બાસ, વકારના
બહેન, નવાબ, મહમદ જૈનના ફઇ તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-11-2025ના બુધવારે સવારે 10થી
11 તુરિયા જમાતખાના, સરાયાવાળા માતામ,
ભુજ ખાતે.
ગાંધીધામ
: અશોક શ્યામલાલ શર્મા (ઉ.વ. 62) તે
ઇન્દુબેનના પતિ, તુષાર, આરતી પરાશર, ધર્મિષ્ઠાના પિતા, પ્રતીક પરાશરના સસરા, પ્રમોદકાંત ગૌર, સ્વ. લલિત શર્મા, રજનીકાંત શર્મા, રમેશ શર્મા, દિનેશ
શર્માના ભાઈ, રાહુલ ગૌર, ચિરાગ,
પ્રણવ, આશિષ, અભિષેક,
યશવર્ધન શર્માના કાકા તા. 22-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2025ના
બુધવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવની પાછળ,
ગાંધીધામ ખાતે.
આદિપુર
: રમેશભાઇ મકવાણા (ઉ.વ. 50) (ડ્રાઈવર
બીપીસી) તે વાલીબેન કાનજીભાઇના પુત્ર, સ્વ. શંકરભાઇ, રાજાભાઇ, શાંતાબેન, ભારતીબેન,
સવિતાબેન, કલ્પનાબેનના ભાઇ, રમીલાબેનના પતિ, સ્વ. પરબતભાઇ, સ્વ. ભીમજીભાઇના ભત્રીજા, ચિરાગ, ડિમ્પલ, કાજલ, યશના પિતા,
ભચીબેન ભીમજીભાઇના જમાઇ તા. 24-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 26-11-2025ના
બુધવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન મકાન નં. 181, ગુરુકૃપા નગર, મેઘપર (કુંભારડી),
ખાટુ શ્યામ મંદિરની બાજુમાં, અંજાર-આદિપુર રોડ,
આદિપુર ખાતે.
અંજાર
: જેરામભાઈ ભગવાનજીભાઈ રાવરિયા (ઉ.વ. 81) તે
સ્વ. સખીબેનના પુત્ર, મુરીબેનના પતિ, જગદીશભાઈ, પ્રવીણભાઈ, કુંવરબેનના
પિતા, નર્મદાબેન, કંચનબેન, હરેશભાઈના સસરા, સ્વ. દેવરાજભાઈ, સ્વ. હરિભાઈ, સ્વ. વાલીબેનના ભાઈ, સ્વ. જેશાભાઈના સાળા, ગં.સ્વ. જખીબેનના દિયર,
ગં સ્વ. હીરાબેનના જેઠ, ગણેશ, કાનજી, અશોકના કાકા, અનિલ,
અશ્વિન, નીતિન, કલ્પેશના
મોટાબાપા, બીનાબેન, હીરુબેન, અપેક્ષાબેનના કાકા સસરા, શીતલબેન, મંજુબેન, વર્ષાબેન, દયાબેનના મોટા
સસરા, ધ્રુતી, રુચિત, જેવિક, રુચિના દાદા, વિજય,
મયૂરીના દાદાસસરા, સ્વ. ભીમાભાઈ કેશાભાઈ દુબરિયા
(ચોપડવા)ના જમાઈ, પરમાભાઈ, હરિભાઈ,
પૂંજાભાઈ, કંકુબેન, નાનુબેનના
બનેવી તા. 24-11-2025ના અવસાન પામ્યા
છે. તા. 25-11-2025ના સ્વ. હરિભાઇ
રાવરિયાની પ્રાર્થનાસભા વિવિધલક્ષી હોલ મધ્યે રાખેલ હતી તે મોકૂફ રાખેલ છે. સ્વ. જેરામભાઇ
તથા સ્વ. હરિભાઇ બંને ભાઇઓની પ્રાર્થનાસભા તા. 26-11-2025ના
સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી, ટાઉન હોલ પાસે, અંજાર ખાતે.
અંજાર
: આરવ પરમાર (ઉ.વ. 3) તે જય પ્રતાપભાઇ પરમાર અને ઉર્વિબેનના
પુત્ર, પ્રતાપભાઇ અમરશી પરમાર અને પ્રતિમાબેનના પૌત્ર, ચાંદનીબેન અજયભાઇ પરમાર, શીતલબેન અતુલભાઇ ડાભી (ભુજ)ના
ભત્રીજા, યશ, ભવ્યા, ધ્યાનીના ભાઇ, ગં.સ્વ. અનિલાબેન, સ્વ. પ્રવીણભાઇ સોલંકી (રાપર)ના દોહિત્ર, જિજ્ઞાબેન વિજયભાઇ
સોલંકી, નંદનીબેન હાર્દિકભાઇ સોલંકી (રાપર)ના ભાણેજ તા. 22-11-2025ના અવસાન પામ્યા છે.
અંજાર
: ભણસારી જયંતભાઈ ચમનલાલ (ઉ.વ. 71) તે
ધનગવરીબેન ચમનલાલ ભણસારીના પુત્ર, પુષ્પાબેનના પતિ, જયેશ, હિતાન્સુના પિતા, ઉર્વી,
મેઘનાના સસરા, લબ્ધિ, હેત,
કિયાન્સના દાદા, અશોકભાઈ, પંકજભાઇ, સ્વ. કિરીટભાઇ, વિપુલભાઇ,
મીનાબેન સુરેશભાઈ (મુંબઈ), ભાવનાબેન સુરેશભાઈ
(નાસિક)ના મોટા ભાઇ, કોકિલાબેન, સ્વ. દીનાબેન,
ચેતનાબેન, નૂતનબેનના જેઠ, કૃણાલ, દર્શના, જીનેન, ચાર્વી, દીક્ષિકા, જેકી,
ભવ્ય, વૈભવ, ખુશ્બૂના કાકા,
ધીરજલાલ ચૂનીલાલ વોરા (ગળપાદર હાલે અંજાર)ના જમાઇ, નીલેશભાઈ, નીતેશભાઇ, અલ્પેશભાઇ,
નીપાબેન સંજયભાઈ (અમદાવાદ)ના બનેવી તા. 24-11-2025ના અવસાન પામ્યા છે.
અંજાર
: ભગવાનભાઇ (શંભુભાઇ) રણછોડદાસ ઠકકર (ઉ.વ. 78) (શિવશકિત
આર્ટ પ્રિન્ટર્સવાળા) તે સ્વ. રાધાબેન રણછોડદાસ માવજીભાઇ નિંગાળિયાના પુત્ર, ગં.સ્વ. જયોત્સનાબેનના પતિ, વિશાલ, મિલાપના પિતા, શીતલ, મિત્તલના સસરા,
નિસર્ગ, માનસ, આયુષના દાદા,
સ્વ. ગોપાલદાસ (મંગલજીભાઈ) ગોકલદાસ સોમૈયા, (સતાપર)ના
જમાઈ, સ્વ. હરિભાઇ, સ્વ. કાન્તાબેન (ભાવનગર)ના
ભાઇ, સ્વ. પ્રભાબેનના દિયર, સ્વ. કપિલ,
સ્વ. પ્રીતિબેન, નિખિલના કાકા, મેહુલ (જામનગર), અવની (વડોદરા)ના મામા, મથરાદાસ (ભુજ), ભરતભાઈ, હરિશભાઇ
(અંજાર), આવિંદભાઇ દિનેશભાઈ (ગાંધીધામ), શુભલક્ષ્મીબેન (ભચાઉ)ના બનેવી તા. 23-11-2025ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-11-2025ના
મંગળવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા બસ સ્ટેન્ડ સામે, અંજાર ખાતે.
અંજાર
: પઠાણ દિલાવરખાન નથુખાન (ઉ.વ. 85) તે
પઠાણ કાસમખાન, ઇબ્રાહિમખાન, હસનખાન, અજીજખાન, અબ્દુલખાનના મોટા ભાઇ, રફીકખાન, ઇકબાલખાનના પિતા, આકીબખાન,
કય્યુમખાન, અખ્તરખાનના દાદા, આયુસખાનના નાના તા. 23-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-11-2025ના
બુધવારે સવારે 10.30 વાગ્યે સુમરાવાલી
મસ્જિદ, લશ્કરી માતામ, ટીંબી કોઠા, અંજાર ખાતે.
માંડવી
: મોચી નરેશ હંસરાજ ડાભી (ઉ.વ. 59) તે
ગં.સ્વ. શંતાબેન હંસરાજ ડાભીના પુત્ર, સ્વ. જ્યોતિબેન લીલાધર ડાભીના ભત્રીજા,
સ્વ. નટવરલાલ નરસિંહ ચૌહાણ (મુંદરા)ના જમાઇ, કુન્દનબેનના
પતિ, દિગંતના પિતા, મનીષાના સસરા,
તીર્થના દાદા, દિનેશ, અશ્વિન,
મનોજ (અંજાર), રેખાબેન (અમદાવાદ)ના ભાઇ,
વર્ષાબેન, સ્વ. મધુબેનના દિયર, બીનાબેન (અંજાર)ના જેઠ, પ્રફુલ્લા, પ્રદીપ, નીલેશ, હિતેષના કાકાઇ ભાઇ,
ધવલ, અનિલ, હેતલ,
વિનય, હિતા, હર્ષ,
ખુશ્બૂલના કાકા, રાજુ ચૌહાણ, ભારતી વાળા (મુંદરા)ના બનેવી તા. 23-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2025ના
બુધવારે સાંજે 4થી 5 સારસ્વતમ સમાજવાડી, માંડવી ખાતે.
મુંદરા
: મૂળ વાળાપદ્ધરના પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ દરજી સરસ્વતીબેન તુલસીદાસ ગોહિલ (ઉ.વ. 85) તે સ્વ. તુલસીદાસ હીરજી ગોહિલના પત્ની, જિતેન્દ્ર (નાસિક), દીપક (મુંદરા), સરલાબેન, મધુબેન, રંજનબેન,
રૂપલબેનના માતા, સ્વ. મનજી વેલજીના ભાઈના પત્ની,
સ્વ. પ્રાગજી વેલજી, સ્વ. લક્ષ્મીબેન (નેત્રા),
સ્વ. જમનાબેન (મથલ), સ્વ. બચુબેન (માંડવી) ગં.સ્વ.
કેસરબેન (ભુજ), સ્વ. વસંતબેન (સાભરાઈ), સ્વ. ઝવેરબેન (મદ્રાસ), ગં.સ્વ. હીરાબેન (ભચાઉ)ના ભાભી,
સ્વ. નવલબેનના દેરાણી, ગં.સ્વ. લક્ષ્મીબેનના જેઠાણી,
રમેશ, દિનેશ, રાજેશ,
કસ્તૂરી, ભારતી, કંચનના કાકી,
વિનોદ, મુકેશ, કિશોર,
ખુશાલ, વનિતા, હિનાના મોટીમા,
જિજ્ઞાબેન, રીનાબેન, સ્વ.
શંકરલાલ મોઢ (સુથરી), ભાણજીભાઈ ડાભી (નલિયા), મહેન્દ્રભાઈ ચૌહાણ (આદિપુર), જયેશભાઈ ડાભી (વરાડિયા)ના
સાસુ, પૂજા, પિનલ, કશિશ, ધ્રુવ, ફોરમ, હેતવીના દાદી, પીયૂષ મોઢ (મુંદરા), જિનેશ પરમાર (મુંબઈ)ના દાદીસાસુ, વિપુલ, ચેતન, આશા, જયશ્રી, અંકિતા, જય, જિગર, પાયલના નાની, સ્વ. ડાહીબેન શિવદાસ સોલંકી (દેશલપર-ગુંતલી)ના
પુત્રી, સ્વ. રવજીભાઈ, પેરાજભાઈ,
લીલાધરભાઇ, કનૈયા દાસ, સ્વ.
રુક્ષ્મણીબેન વાલજી (બળદિયા), સ્વ. શાંતાબેન જેઠાલાલ પણ (ટોડિયા)ના
બહેન તા. 23-11-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-11-2025ના
શુક્રવારે બપોરે 3થી 4 ગિરિનારાયણ બ્રાહ્મણવાડી, ખારવા ચોક, મુંદરા ખાતે.
નખત્રાણા
(ગણેશનગર) : જેઠાભાઇ વાલાભાઇ કોલી (ઉ.વ. 57) તે
વેલાભાઇના પુત્ર, કુંવરબેનના પતિ, લાલજી, હબીબેન, રાધુબેન, નબુબેન,
મટાબેનના ભાઇ, શંકરભાઇ, રવજી,
રમીલાબેન, કસ્તૂરબેનના પિતા, કિશન, ઉમેશ, રાજેશ, વિશ્રામ, રમેશ, જિજ્ઞાબેનના દાદા
તા. 8-11-2025ના અવસાન પામ્યા
છે.
ઝુરા
(તા. ભુજ) : મહેશ્વરી વેલજી થારૂ (ઉ.વ. 75) (નિવૃત્ત
પાણી પુરવઠા વિભાગ) તે કાનજીભાઇ, વિશાલભાઇ (પૂર્વ સદસ્ય તા.પં.-ભુજ),
ભાણબાઇ, ચાગબાઇ, ઝવેરબેન,
રતનબેનના પિતા, સ્વ. દામજી સૂર્યા (સુમરાસર-શેખ),
સ્વ. કરસન ડગરા (મુરૂ), હિંમતલાલ ડગરા (તરા-મંજલ),
મીઠુભાઇ સૂર્યા (સુમરાસર-શેખ)ના સસરા, રાજકુમાર,
જિગર, પ્રદીપ, ભવ્ય,
યશ્વીના દાદા, સ્વ. વિશ્રામ મારાજ (મુરૂ)ના જમાઇ,
વિરજી (વાછિયા) મારાજ, સ્વ. કાનજી મારાજના બનેવી
તા. 23-11-2025ના અવસાન પામ્યા
છે. ઉત્તરક્રિયા તા. 25-11-2025ના
મંગળવારે રાત્રે આગરી અને તા. 26-11-2025ના
બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ઝુરા ખાતે.
ખેડોઇ
(તા. અંજાર) : કાન્તાબેન વાલજી લિંબાણી (ઉ.વ. 90) તે
વનિતાબેન, લીલાબેન, અંબાલાલ, ઇશ્વરલાલ, જેન્તીલાલના માતા, સ્વ.
ધવલ, પુનિત, તેજસ, ડિમ્પલ, હેતલ, ભક્તિ, નેહા, મિત્તલના દાદી, રશ્મિ અને
કુંજલના દાદીજી, સ્વ. દેવરામ કરમશી માકાણીના બહેન તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2025ના મંગળવારે બપોરે 3થી
5 સતપંથ સમાજવાડી, ખેડોઇ ખાતે.
ખેડોઈ
(તા. અંજાર) : કરશનભાઈ રામજી ભોજાણી (ઉ.વ. 74) તે
સ્વ. રામજી કેશરા ભોજાણીના પુત્ર, સ્વ. વાલજીભાઈ, ડાહ્યાભાઈ, હરિભાઈ, સ્વ. જેન્તીભાઈ,
પાર્વતીબેન, કમળાબેન, સ્વ.
ચંદુબેનના ભાઈ, હંસાબેન, તુલસી,
વિનોદ, સુરેશના પિતા, ધીરજલાલ,
રંજન, કુસુમ, બિંદિયાના સસરા,
અશ્વિન, પ્રવીણના કાકા, રમેશ,
મનસુખ, ભરત, મયૂર,
જિજ્ઞેશના મોટા બાપા, ખુશી, મીત, માધવ, હસ્તી, રુચિ, જૈનમના દાદા, આશિષના નાના
તા. 23/11/2025ના અવસાન પામ્યા
છે. બેસણું નિવાસસ્થાન ખેડોઈ ખાતે.
આંબાપર
(તા. અંજાર) : વિનોદભાઈ ઝેર (આહીર) (ઉ.વ. 34) તે
સ્વ. ખીમજીભાઈ સવાભાઈ ઝેર અને ગં.સ્વ. મેંઘીબેનના
પુત્ર, ભાવનાબેનના પતિ, હેતલબેન ભરતભાઈ ડાંગર
(સાપેડા), ભાવનાબેન સાહિલભાઈ ખાટરિયા (આંબાપર)ના ભાઈ,
આર્યન, આરાધનાના પિતા, મેમાભાઈ,
ડાયાભાઈ, કરસનભાઈ, જમુબેન
નારણભાઈ હેઠવાડિયા (ગોપાલનગર), કુંવરબેન લખુભાઇ ડાંગર (સાપેડા)ના
ભત્રીજા, શંકરભાઇ, હરિભાઇ, મુકેશભાઈના ભાઈ, સ્વ. કરસનભાઈ રામજીભાઈ ખાટરિયા,
રાધુભાઈ રામજીભાઈ, ધનજીભાઈ રામજીભાઈ (ડેલીવાળા)ના
ભાણેજ તા. 23-11-2025ના અવસાન પામ્યા
છે. બંન્ને પક્ષનો લૌકિક વ્યવહાર નિવાસસ્થાન આંબાપર ખાતે.
ભારાપર
(તા. માંડવી) : છગનલાલ કરમશી માકાણી (ઉ.વ. 68) તે
કસ્તૂરબેનના પતિ, કિશોરભાઈ, રમેશભાઈ, નયનાબેન દિલીપભાઈ રામજિયાણી (મદનપુરા-કોડાય), ભાવનાબેન
સંદીપભાઈ ભીમાણી (મેરાઉ)ના પિતા, દિલીપભાઈ, સંદીપભાઈ હસ્મિતાબેન, દિવ્યાબેનના સસરા, નિર્મી, ભવ્ય, હર્સીવ, ગ્રંથિના દાદા, સ્વ. રવિલાલભાઈ (બિદડા), જયંતીભાઈ, મોહનભાઈ, સ્વ. કાંતાબેન
કરસન સેંઘાણી (ગઢશીશા), ઝવેરબેન ધનજીભાઈ સેંઘાણી (ગાંધીધામ),
સાવિત્રીબેન કરસનભાઈ સેંઘાણી (અમદાવાદ), કસ્તૂરબેન
મગનભાઈ દીવાણી (પદમપુર)ના ભાઈ, સ્વ. સામજી વાલજી સેંઘાણી (બિદડા)ના
જમાઈ તા. 23-11-2025ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 25-11-2025ના સવારે 8થી 12 અને
બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દુર્ગાપુર ખાતે.
ગઢશીશા
(તા. માંડવી) : ઝવેરબેન નાનજી રંગાણી (ઉ.વ. 85) તે
સ્વ. નાનજી હંસરાજ રંગાણીના પત્ની, ખેતશીભાઇ દિવાણી (પદમપુર)ના પુત્રી,
સ્વ. લીલાબેન (પદમપુર), દમયંતીબેન (દરશડી),
શાંતિલાલ, કલ્યાણજીભાઇના માતા, ચંચળબેન, રસીલાબેનના સાસુ, ધનબાઇ
(મમાયમોરા), સ્વ. દેવકાંબેન (વેસલપર), પુરબાઇ
(પદમપુર), લક્ષ્મીબેન (ગંગાપર)ના ભાભી, કાંતિભાઇ, પરસોત્તમભાઇ, પ્રેમિલાબેન,
કાંતાબેન, શાંતાબેન, સવિતાબેન,
દેવકાંબેનના કાકી, નર્મદાબેન, લીલાબેનના કાકીસાસુ, પ્રજ્ઞાબેન (રત્નાપર), કલ્પનાબેન (જિયાપર), અશ્વિન, મનીષ,
ભાવિક, દીપેશના દાદી તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-11-2025ના સવારે 8.30થી
11.30 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ
મંદિર સત્સંગ હોલ, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.
કોડાય
(તા. માંડવી) : મૂળ બિટ્ટાવાલડિયાના જાનીબેન કરસનભાઇ આહીર (ઉ.વ. 68) તે સ્વ. કરસન વજા આહીરના પત્ની, સ્વ. મનસુખ, હરીશભાઇ, મયૂરીબેન,
અલ્પાબેનના માતા, વાલા સેજા આહીર (કોડાય)ના પુત્રી,
ભીમજીભાઇ, ધનજીભાઇના બહેન તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને પ્રા. શાળાની
બાજુમાં, કોડાય ખાતે.
રામાણિયા
(તા. મુંદરા) : મૂળ મોટી ખાખરના ગુર્જર સુથાર મુકુંદરાય મેઘજી દહીંસરિયા (ઉ.વ. 72) તે સ્વ. રતનબેન મેઘજી દહીંસરિયાના પુત્ર, અરૂણાબેનના પતિ, સ્વ. કંકુબેન પ્રકાશભાઇ પિનારા (સાંયરા)ના
જમાઇ, સ્વ. ચંપકભાઇ, સ્વ. ઇન્દુબેન ભીમજી
વડગામા (ગોધરા), સ્વ. અરવિંદભાઇ, ગં.સ્વ.
ઇન્દિરાબેન રતનસિંહભાઇ ગરવલિયા (ફલ્ટન), રંજનબેન મનસુખલાલ લિંબાસિયા
(નખત્રાણા)ના ભાઇ, ગં.સ્વ. હંસાબેન, સ્વ.
હંસાબેનના દિયર, મનીષા અને આરતીના પિતા, ભરતભાઇ અને મહેશભાઇ (કોટડા)ના સસરા, ગીતાબેન,
ગાયત્રીબેન, વિપુલના કાકા, નિધિ, જાનવી, રોહિત, શ્રુતિ, આદર્શના નાના તા. 24-11-2025ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું સંપર્ક : મનીષાબેન-84879 34168, મહેશભાઇ-96626
25707.
મથલ
(તા. નખત્રાણા) : મૂળ જારજોકના જાડેજા રાસુભા મોકાજી (ઉ.વ. 75) તે જાડેજા પ્રવીણાસિંહ રણજિતાસિંહ (જારજોક)ના પિતા, સ્વ. લાધુભા મોકાજી, સ્વ. સતુભા મોકાજી, સ્વ. મોહબ્બતસિંહ મોકાજી, સંગ્રામજી મોકાજીના ભાઈ,
કેણુભા લાધુભા, દિલુભા લાધુભા, નીતિનાસિંહ, શિવુભા, શિવુભા સતુભાના
કાકા તા. 24-11-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 28-11-2025ના શુક્રવારે
સવારે 9થી 1 નિવાસસ્થાન લાછરાઈવાસ, મથલ ખાતે.
વિથોણ
(તા. નખત્રાણા) : રતનબેન વાસાણી (ઉ.વ. 74) તે
બાબુભાઈ વાસાણીના પત્ની, વિમળાબેન (નખત્રાણા), તરૂણાબેન (કુકમા), રમેશભાઈ (વોટર સપ્લાયવાળા)ના માતા
તા. 24-11-2025ના અવસાન પામ્યા
છે. સાદડી-પ્રાર્થનાસભા તા. 26-11-2025ના
બુધવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી (બસ સ્ટેશન) વાડી, વિથોણ ખાતે.
કોટડા-જ.
(તા. નખત્રાણા) : જયાબેન નારાણભાઇ વેલાણી (ઉ.વ. 85) તે
મોહનભાઇ, માવજીભાઇ, જવેરભાઇ, ભગવતીબેન (રાયપુર), ઇન્દિરાબેન (બેંગ્લોર)ના માતા તા.
23-11-2025ના બેંગ્લોર
ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 25-11-2025ના
સવારે 8.30થી 10.30 ઉમિયાધામ, જૂનાવાસ ચોક, કોટડા (જ.) ખાતે. ધાર્મિકક્રિયા બેંગ્લોર ખાતે.
મુંબઈ
: મૂળ રાજકોટના કોમલબેન મલકાણ (ઉ.વ. 65) તે
સ્વ. પ્રફુલ દોલતરાય મલકાણના પત્ની, પ્રીત, અમિષા,
એકતા, ઈશાના માતા, ઇન્દુમતી
દિનેશકુમાર આણંદપરા, સરલા જયંતકુમાર પારેખ, રમેશ દોલતરાય મલકાણ, શૈલેશ દોલતરાય મલકાણના ભાભી,
સ્વ. ધીરજલાલ રતિલાલ મીઠાણી (રાજકોટ )ના પુત્રી, પરાગ ધીરજલાલ મીઠાણીના બહેન, મહેશભાઈ ઠક્કર, રમેશભાઈ સાંગાણી, મનીષભાઈ ઠક્કર, પ્રતાપભાઈ કટારિયાના વેવાણ તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક પ્રથા બંધ છે.