• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

માધાપરમાં મારામારી અંગે ફરિયાદ નોંધાઈ

ભુજ તા. 25 : શહેર સમીપેનાં માધાપર ગામે કેવલ હોમ્સ સોસાયટીમાં ગત તા.22/11ના મારામારી થતાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદી ઈન્દિરાબેન કિશોરગિરિ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પ્રવીણગર ખીમગર ગોસ્વામીએ ઘરમાં ઘૂસી ગાળો આપી માર મારી મોબાઈલ તોડી નાખી, છરી વડે ઈજા પહોંચાડી હતી અને આરોપીના પત્ની શોભનાબેને પણ ફરિયાદીના દીકરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.  

Panchang

dd