• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

BLO કામ માટે શિક્ષકો પર દબાણ નહીં થાય

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની  બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બીએલઓની આત્મહત્યાના બનાવો પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ બીએલઓનું મૃત્યુ દુ:ખ દાયક છે. જેથી જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ બીએલઓ પર દબાણ કરવામાં ના આવે. જ્યાં કામ વધારે છે ત્યાં અન્ય કર્મચારીઓની મદદ લેવા જણાવ્યું છે. શિક્ષણને અસર થતી હશે તો અન્ય કર્મચારીઓને કામ સોંપવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એસઆઈઆરની કામગીરીના દબાણને કારણે બીએલઓનું કામ કરતાં શિક્ષકોને હાર્ટ એટેક અને આપઘાતના બનાવો પણ સામે આવ્યા હતાં. આ સંજોગોમાં મુખ્યમંત્રીએ આજે કેબિનેટની બેઠકમાં અધિકારીઓને સૂચના આપી હતી. બીએલઓનું કામ શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપાશે. મતદાર યાદીની કામગીરી સરળતાથી થાય તે માટે પણ સૂચના અપાઈ છે.  અહીં નોંધવું ઘટે કેસમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ઈઊઘ કચેરી (ઈવશયર યહયભાજ્ઞિંફિહ જ્ઞરરશભય)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.  2002ની મતદાર યાદીમાં નોંધાયેલા 5.08 કરોડ મતદારો પૈકી 5.07  કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તાપી- સાબરકાંઠા- ગીરસોમનાથ- મહિસાગર- અમરેલી- બોટાદ- અમરેલી- નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંના 70%થી વધુ ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી સંપન્ન કરી દેવાઈ છે. આ કામગીરીમાં 81.15 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.  ગણતરી દરમિયાન રાજ્યભરમાં 9 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 1 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 9 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 1.15 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ ઇકઘને ઈઊઘ કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ ઇકઘને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. 

Panchang

dd