ભુજ : વડનગરા નાગર સુબોધ ભાનુશંકર હાથી (ઉ.વ. 76) (નિવૃત્ત બેંક ઓફ ઇન્ડિયા) તે
સ્વ. ઉજમબેન ભાનુશંકર હાથીના પુત્ર, કવિતાબેનના પતિ, ભાવિક (યુ.એસ.એ.) તથા જુઈ મહેતાના પિતા,
વૈદેહી અને યજ્ઞિલના સસરા, આદ્યા અને નિવાનના દાદા,
વિહાનના નાના, સ્વ. વિનાયકરાય વોરાના જમાઈ,
ઘનશ્યામભાઈ (ગનુભાઈ), ખુશ્બૂબેન ધોળકિયા,
ઉષાબેન અંતાણી, નિરંજનાબેન અંતાણીના ભાઈ,
સ્વ. નીરજ વોરા, ઉત્તંક વોરા અને નિપુણ બૂચના બનેવી
તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-11-2025ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.
ભુજ : જ્યોતિબેન ત્રિવેદી (ઉ.વ. 60) તે હિમાંશુભાઇ મહેશ્વર ત્રિવેદી
(જ્યોતિ એજન્સી)ના પત્ની, સ્વ. અમૃતલાલ
ચૂનીલાલ વ્યાસના પુત્રી, વસંતભાઇ સી. વ્યાસ (જ્યોતિ ટ્રાન્સઇલેક્ટ
કાં.)ના ભત્રીજી, પ્રતીક ત્રિવેદીના માતા, કલ્પનાબેન, સ્વ. મનોજભાઇ, જયેશભાઇના
ભાભી, સ્મિતાબેન જયેશભાઇ ત્રિવેદી, જિજ્ઞાબેન
પંકજભાઇ રાવલ, પ્રીતિબેન કશ્યપભાઇ રાવલ, અલ્પાબેન અમિતભાઇ ત્રિવેદી, અવનીબેન મનીષભાઇ ઉપાધ્યાય,
ગોપીબેન જનકભાઇ પંચોલી, રૂપાબેન અમૃતલાલ વ્યાસ,
મનીષ વસંતભાઇ વ્યાસના બહેન તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-11-2025ના શનિવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપા નગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ જખૌ (તા. અબડાસા)ના અબડા ભીમજી વાઘજી (ઉ.વ. 55) તે સ્વ. વાઘજી લાખાજી અબડાના
પુત્ર, વીરભદ્રસિંહ, વર્ષાબા,
દિગ્વિજયસિંહના પિતા, સ્વ. લાખુભા, રામસંગજી, પાંચુભાના ભાઇ, સોઢા
પચાણજી, સોઢા કલ્યાણજી (પૈયા)ના બનેવી, પ્રકાશસિંહ, જાદવસિંહના કાકા, જયદેવસિંહના
મોટાબાપુ તા. 19-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન
હરસિદ્ધિ નગર, ભુજ ખાતે.
ભુજ : ખેતશી (ઉર્ફે મીઠુ) શામજી સંજોટ (ઉ.વ. 26) તે સ્વ. લક્ષ્મીબેન શામજી થાવર
સંજોટના પુત્ર, પ્રતાપ થાવર, સ્વ. હરેશ થાવર, સ્વ. વાલજી બુધા, પૂંજા જુમા (માતાજીના ભૂવા) (પુનડી)ના ભત્રીજા, દિવ્યા,
સુરેશ, દામજી, સ્વ. લક્ષ્મણ,
મનોજ, રાજેશ, મીનાબેન કાંતિ
માંગલિયા (ગાંધીધામ), મંગળાબેન જગદીશ લોંચા (અંજાર), દમયંતીબેન દિનેશ વાડસુર (આદિપુર), સુરેશ, ભરત, રમેશ, કિશન, નવીન, કવિતા, રમીલાબેન નરેશ બડગા
(આદિપુર), લીલાવંતીબેન પ્રજ્ઞેશ લોંચા (આદિપુર)ના ભાઇ,
હીરજી બુધા બુચિયા, દેવશી બુધા બુચિયા (વડવા કાંયા)ના
ભાણેજ તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 22-11-2025ના શનિવારે આગરી (દિયાડો) અને ઘડાઢોળ (પાણી) તા. 23-11-2025ના નિવાસસ્થાન ભીડ નાકા બહાર, નાગોરી વાડા પાસે, સીતારા
ચોક પાસે, ભુજ ખાતે.
ભુજ : મુલખરાજ કાલારામ ખન્ના (ઉ.વ. 89) તે ડો. સીમાબેન, રાજકુમારભાઈ, સુધીરભાઈ
(એડવોકેટ)ના પિતા, નીતિનભાઈ જોગી (નિવૃત્ત સરકારી વકીલ),
ક્રિષ્નાબેન (ન્યાયાધીશ)ના સસરા તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 21-11-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પંજાબ નેશનલ
બેંકની પાછળ, સ્ટેશન રોડ, ભુજથી ખારીનદી સ્મશાનગૃહ જવા નીકળશે.
ગાંધીધામ : મૂળ નાના લાયજાના મૂલબાઈ દેવરાજભાઈ બગડા (ઉ.વ. 80) તે સ્વ. દેવરાજ મેઘજીભાઈ બગડાના
પત્ની, પૂનમભાઈ, કુંવરબેનના માતા,
હરિભાઈ, સ્વ. ગાવિંદભાઈના ભાભી, મનોજ, દિનેશ, ખીમજી, સ્વ. લક્ષ્મણ, વિનોદ, રાજેશના મોટા
માતા, સીમા, દિયા, કુણાલ, દીપક, રોનક, વિશાલ, જય, સંજના, મનસ્વી, દેવાંશી, માનવ,
વિરાજ, દ્વિરાજના દાદી, દિયાન,
રિદ્ધિ, ખુશીના નાની તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 21-11-2025ના શુક્રવારે આગરી અને તા.
22-11-2025ના શનિવારે ઘડાઢોળ પ્લોટ નંબર
16, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.
આદિપુર : સફુરાબાઇ ઇશાક ખલીફા તે સુમાર, કાસમ, મામદ, જુણસના માતા, મ. અભુ ઇબ્રાહિમ, ઉમર, મામદ (કોઠારા)ના માસી, જુસબ,
રમજુ (નલિયા)ના ફઇ, નાજીર અબ્દુલરહીમ (ભુજ હાલે
આદિપુર), ગની હારુન (દેવીસર)ના સાસુ, સિરાજ
સાહિલ, હાજી મામદ, ઇરફાન, સલમાન, આમીનના દાદી, શાહરુખ,
નફીસના નાની તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2025ના શનિવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, આદિપુર ખાતે.
અંજાર : શ્રીમાળી સોની પાર્થ (ઉ.વ. 24) તે હંસાબેન ચંદ્રકાન્ત આડેસરાના
પુત્ર, સ્વ. અરવિંદભાઇ, સ્વ.
વિજય કાન્તિલાલના ભત્રીજા, પૂર્ણિકા ધવલ કોરડિયા (આધોઇ),
સ્નેહાના ભાઇ, સ્વ. જેરામભાઇ વાલજી પાટડિયા (ભચાઉ)ના
દોહિત્ર તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11- 2025ના સાંજે 4થી 5 મોહનવાડી (શહેર સોની સમાજ) શાક માર્કેટની
બાજુમાં, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માધાપર (તા. ભુજ) : જેન્તીલાલ ભચુભાઇ પિત્રોડા (ઉ.વ. 63) તે લક્ષ્મીબેનના પતિ, જીલેન, ભાવિશાના પિતા
તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-11- 2025ના શુક્રવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિર પાસે, માધાપર (ભુજ) ખાતે.
નાગલપુર મોટી (તા. અંજાર) : જેરાંબાનુબાઇ મામદ હીરજી રતાણી
(ઉ.વ. 88) તે મ. અકબરઅલી, મોએઝ, મ. આઝાદ,
મહમદદ્દીન (રાજુ), નસીમબેન, મલેકબેનના માતા, અલ અમીન, રહીમભાઇના
સાસુ તા. 19-11-2025ના
અવસાન પામ્યા છે. દફનવિધિ તા. 21-11-2025ના
સવારે 11 કલાકે નાગલપુર કબ્રસ્તાન ખાતે.
જિયારત તે જ દિવસે સાંજે 6.15 કલાકે તથા
બેસણું તા. 22-11-2025ના શનિવારે સાંજે 4થી 5 હસનપીર ચોક ખાતે.
વીડી (તા. અંજાર) : મૂળ માધાપરના માંજોઠી ઇકબાલ હાજી સુમાર
(બેકરીવાળા) તે ઇસ્માઇલ, ફકીરમામદના
નાના ભાઇ, માંજોઠી ફકીરમામદ જાનમામદના જમાઇ, દાઉદ જાનમામદ (અધાભા), હારુન જાનમામદ (બાબુભાઇ),
મ. હાજી ઇલિયાસ જાનમામદના ભાણેજ, સિધિક રમજુ, અસરફ રમજુના સાળા, અમજદ અને ફારુકના બનેવી તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-11-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 વીડી મસ્જિદ કમ્પાઉન્ડ, વીડી (તા. અંજાર) ખાતે.
પદમપુર (તા. માંડવી) : લાલજીભાઈ અખઇભાઇ ધોળુ (ઉ.વ. 97) તે સ્વ. અખઈભાઈ કાનજીભાઈ ધોળુના
પુત્ર, સ્વ. દેવકાબેનના પતિ, સ્વ. કલ્યાણજીભાઈ, માવજીભાઈ, દિનેશભાઈ,
કાંતિભાઈ, કાંતાબેન (બિદડા), મંજુલાબેન (ગઢશીશા)ના પિતા, કિશોરભાઈ, ભરતભાઈ, રાજેશભાઈ, ચેતનભાઇ,
મિતેષભાઈ, ઉત્તમ, જયશ્રી
(તલવાણા), મીનાબેન (ગઢશીશા), શિલ્પાબેન
(બિદડા), પ્રવીણાબેન (વિરાણી નાની), જિજ્ઞાબેન (કરબોઈ),
હેતલબેન (ગઢશીશા), ડિમ્પલબેન (મદનપુરા)ના દાદા,
સ્વ. કરસનભાઈ, સ્વ. શામજીભાઈના નાના ભાઈ, સ્વ. મનજીભાઈ પારસિયા (દામાવાસ કમ્પા)ના
જમાઈ તા. 19-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2025ના શુક્રવારે સવારે 8થી 12 અને બપોરે
3થી 5 પાટીદાર સમાજવાડી, પદમપુર ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ નાની ખેડોઇના જાડેજા રવાજી અલ્યાજી
(ઉ.વ. 95) તે તખતબાના પતિ, સ્વ. માધુભા, સ્વ. કરશનજી, રામસંગજીના મોટા ભાઇ, રણજિતસિંહ, પ્રવીણસિંહ, ભરતસિંહ, ધીરજબા (ગંગોણ)ના
પિતા, પ્રભાતસિંહ, કલુભા, અજિતસિંહ, ભાવેશસિંહ, હિતેન્દ્રસિંહના
મોટાબાપુ, અજયસિંહ, કીર્તિસિંહ,
જયવીરસિંહ, હિંમતસિંહ, જયરાજસિંહ,
શિવમસિંહ, દિવ્યરાજસિંહના દાદા તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 22-11-2025ના શનિવારે સવારે 8થી 5 નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.
બિદડા (તા. માંડવી) : હીરજી ધમા ડોરૂ (ઉ.વ. 82) તે વેરસીભાઇ લાભરખિયા (મોટા
આસંબિયા)ના જમાઇ, ધનજી,
સ્વ. સોનબાઇના મોટા ભાઇ, વેલજીના પિતા,
ગાંગજી ધારશીના મોટાબાપુ, કુંદન, ગૌતમ, તન્વી, મહેશ, દમયંતી, પાર્વતી, અનિલના દાદા,
જીયાન્સી, શિવાન્સના પરદાદા તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. મફતનગર, બિદડા.
ગુંદિયાળી (તા. માંડવી) : વેલજી હરશીં જેપાર (ઉ.વ. 81) તે પાલુ, લાલજી, ધનજી, ધનબાઇ, ભાણબાઇના પિતા, દામજી લાંભરખિયા,
શામજી ડગરાના સસરા, સ્વ. સુમાર, સ્વ. કાનજીના ભાઇ, મનોજ, વિનોદ,
મીત, હિરેન, ભાવિનના દાદા,
રાયશીના કાકા, થાવર દેવજી (તલવાણા)ના જમાઇ તા.
19-11-2025ના અવસાન પામ્યા છે.
દરશડી (તા. માંડવી) : લધારામ સામજી પોકાર (ઉ.વ. 75) તે સ્વ. લાલબાઈ શામજી હરજી
પોકારના પુત્ર, મણિબેનના પતિ, પંકજભાઈ અને હસ્મિતાબેનના પિતા, જીત અને વેદના નાના,
અરજણ માધા છાભૈયા (રાણાસર- ગુજરાત)ના જમાઈ, છગનભાઈ,
ગોપાલભાઈ, મનસુખભાઈ, અમૃતભાઈ,
રવિલાલભાઈ, શાંતિભાઈ, લક્ષ્મીબેન
લક્ષ્મણભાઈ રંગાણી (મોટી રાયણ)ના મોટા ભાઈ તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 22-11-2025ના સવારે 8થી 11 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
લાખાપર (તા. મુંદરા) : હાંસબાઇ ડાયાલાલ ધેડા (ઉ.વ. 85) તે સ્વ. ડાયાલાલ ખીમજી (ભગત)ના
પત્ની, સ્વ. રામજીભાઇ (એ.એસ.આઇ.), સ્વ. હંસરાજ (પોલીસ કો.), સામજી (નિ. એ.એસ.આઇ.),
દેવલબેન ગાંગજી વારોંદ (પત્રી), રમીલાબેન આત્મારામ
ધુવા (ભુજ)ના માતા, રામદેવ રામજી, યોગેશ
રામજી, જિગર હંસરાજ, હિમાંશુ હંસરાજ,
ડો. કૃષ્ણા સામજી, અનસૂયા સંજય ધુવા, દિવ્યા પ્રેમજી રોલા, ઉર્વશી, ઉર્મિલા,
કૃષ્ણા, ભારતીબેન, દક્ષાબેન,
યોગેશ, નીતા, જિગર,
જ્યોતિબેન, હિમાંશુના દાદી, હર્ષ રામદેવ, શિવાંગ, રિદ્ધિ,
સિદ્ધિ, જિગર, જીયાંશ,
હિમાંશુ, પ્રતિજ્ઞા, યોગેશના
પરદાદી, દીપ્તિ વિજય ભર્યા (ભુજ), રેખાબેન
આત્મારામ ધુવા, સંજય આત્મારામ ધુવા (ભુજ), દીપેશ ગાંગજી, મીનાબેન ગાંગજી (પત્રી)ના નાની તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 21-11-2025ના સામજીભાઇના નિવાસસ્થાને
વાડીવિસ્તાર, મહાશક્તિ કોક કંપનીની બાજુમાં,
લાખાપર ખાતે.
વિજપાસર (તા. નખત્રાણા) : રાણીબેન હીરાભાઈ ધરડા (ચારણ) (ઉ.વ.
80) તા. 19-11-2025નાં અવસાન પામ્યા છે. વિધિ
તા. 25-11-2025ના આગરી, તા. 26-11-2025ના પાણી નિવાસસ્થાન વિજપાસર ખોતે.
માતાના મઢ (તા. લખપત) : શાહ દિનેશચંદ્ર કાંતિલાલ માહેશ્વરી
(માંડણ) (ઉ.વ. 69) તે ગં.સ્વ. લીલાવંતીબેન કાંતિલાલના
પુત્ર, દમયંતીબેન (વિમળાબેન)ના પતિ, ભૂપેન્દ્રભાઇ, જગદીશભાઇ, ગં.સ્વ.
કમળાબેન, રંજનબેન, નીતાબેનના ભાઇ,
સ્વ. પરસોત્તમભાઇ ત્રિકમદાસ શાહ, રવિલાલભાઇ ત્રિકમદાસ
શાહ, સ્વ. શાંતાબેન, ગોદાવરીબેનના ભત્રીજા,
ચેતન, જિગર, અલ્પાબેન,
હેતલબેનના પિતા, ધર્મેશભાઇ, જગદીશભાઇ, મિત્તલબેન, પ્રતિભાબેનના
સસરા, શાહ મંગલદાસભાઇ માવજી (સોમાણી) (દયાપર)ના જમાઇ,
જયંતીભાઇ, અરવિંદભાઇ, જમનાદાસભાઇ,
ચંપકભાઇ, સ્વ. મનસુખભાઇ, ધીરજભાઇના કાકાઇ ભાઇ, હિમંતભાઇ, કિશોરભાઇ, ત્રિભુવનભાઇ, રમેશભાઇના
બનેવી, સ્વ. જયંતીલાલ હરિદાસભાઇ શારડા, રાજેન્દ્રભાઇ ભોગીલાલભાઇ (ભૂતડા), મુકેશભાઇ રવજીભાઇ નવધરેના
સાળા, સ્વ. ભારતીબેન, હેમાબેનના જેઠ,
રાજાભાઇ, અમિતભાઇ, વિરલ,
હાર્દિકના મામા, શિવમ, સાન્વી,
નવ્ય, મીરાં, મિવાનના દાદા,
ધૈર્ય, યુગલ, વીરના નાના
તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-11-2025ના
સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, માતાના મઢ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંબઇ : મૂળ ખારીરોહરના કચ્છી લોહાણા મહેન્દ્ર નેણશી સેતા (ઉ.વ.
76) તે સ્વ. પ્રેમાબાઈ નેણશી ભીમજી
સેતા અને સ્વ. ડાઇબાઈ ધરમશી સોતાના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. જાદવજીભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ.
ગિરીશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેન,
ઉદયભાઈના ભાઈ, વર્ષા નીલેશભાઈ શેઠિયા અને ભાવેશના
પિતા, સ્વ. ઝવેરબેન માધવજી રવજી ગંધાના જમાઈ, સરલાબેન, કનૈયાલાલ, જ્યોતિબેન,
વિજયભાઈના બનેવી, જીનલ અને હર્ષના નાના તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-11-2025ના
શુક્રવારે સાંજે 4થી 6 સ્વામિનારાયણ મંદિર, 90 ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઈ-77 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)