• રવિવાર, 23 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ સાંધાણ (અબડાસા)ના જાડેજા ગુલાબસિંહ હરિસિંહ (ઉ.વ. 65) તે સ્વ. વિક્રમસિંહ હરિસિંહ તથા જીતુભા હરિસિંહના નાના ભાઇ, ગિરિરાજસિંહ (સાંઇ ઇમિગ્રેશન) તથા અરુણાબાના પિતા, જદુવીરસિંહ જીતુભા, રાજેન્દ્રસિંહ જીતુભા, દિગ્વિજયસિંહ વિક્રમસિંહના કાકા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી સાંધાણ મુકામે દરબારગઢ ડેલીએ 12 દિવસ તથા પ્રાર્થનાસભા તા 24-11-2025ના સોમવારે સાંજે 4થી 5 ગુણાતિત ચોક, પ્રમુખસ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : સબદિયા સલમા અબ્દુલા (ઉ.વ. 41) તે ઇકબાલ, સલીમ, સમીરના માતા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-11-2025ના સોમવારે સવારે 10 કલાકે લશ્કરી માતમ, કેમ્પ એરિયા, ભુજ ખાતે. 

ભુજ : દીપા સોલંકી (ઉ.વ. 51) (મૂળ લીમડી) તે ધર્મેન્દ્ર સોલંકી (એસ.ડી. કોર્ટ-ભુજ)ના પત્ની, રાજ (એસ.પી. ઓફિસ-ભુજ), સ્નેહાના માતા, મહેક અમિતભાઇ રાઠોડ (મોમાય માર્બલ)ના સાસુ, સ્વ. જયાબેન દાનસંગભાઇ સોલંકીના પુત્રવધૂ, સ્વ. મીનાબેન બનેસંગભાઇ, નીતાબેન ઘનશ્યામભાઇના ભત્રીજાવહુ, જિતેન્દ્રના ભાભી, સુવર્ણાના જેઠાણી, હરપાલ, સંજય, હિરેન, હીના, દીપુ, મિત્તલના ભાભી, ક્રિયાન, ભવ્યરાજના મોટી મા, શાંતાબેન ભીમજીભાઇ ચૌહાણના પુત્રી, નલિની, રાજેશના બહેન, બિપિનચંદ્ર પાયરના સાળીમાલતીના નણંદ, ખુશાલી સિંધલ, સૂચિના માસી, હર્ષિતના ફઇ તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-11-2025ના સોમવારે 4.30થી 5.30 નરનારાયણેશ્વર મહાદેવ મંદિર, ત્રિમંદિરની સામે, નરનારાયણ નગર-2, ભુજ ખાતે.

ભુજ : લક્ષ્મણપુરી દયાલપુરી ગોસ્વામી (ઉ.વ. 79) તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 25-11-2025ના મંગળવારે, બારસ તા. 27-11-2025ના ગુરુવારે નિવાસસ્થાન ડીપી ચોક, યોગેશ્વર પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, દેવ્યાની નિવાસ, ભાવસાર વાડી, જેષ્ઠાનગર ભુજ ખાતે. 

ભુજ : મૂળ કેરાના કાંતિભાઇ હરિભાઇ ગોહિલ (ઉ.વ. 75) (નિવૃત્ત એસ.ટી. ડ્રાઈવર) તે ચંચળબેનના પતિ, પરમાબા શામજી પઢિયારના જમાઈ, સ્વ. ડોલી અને કરણ (પપુ)ના પિતા, અવનીબેન (અલ્પા)ના સસરા, યશરાજના દાદા, પ્રભાબેન દેવજી ચાવડા, ધીરજબેન નાનાલાલ ચૌહાણ, જયંતીભાઈ ગોહિલના ભાઈ, કાંતાબેન જયંતીભાઈ ગોહિલના જેઠ, સ્વ. પુષ્પાબેન ચમનભાઈ પરમાર, ગં.સ્વ. કોકિલાબેન લાલજીભાઈ પરમાર (રાજકોટ)ના મોટા બાપાના દીકરા ભાઇ, નીરવભાઈ ગોહિલ (આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-ભુજ)ના મોટાબાપુ, ભાવિનીબેન ગોહિલ (નગરપાલિકા ભુજ આરોગ્ય વિભાગ)ના મોટા સસરા, હર્ષિતના મોટાદાદા, શિવજીભાઈ ગોહિલ, ગોપાલભાઈ ગોહિલ, હર્ષદભાઈ ગોહિલ અને દમુબેન જયંતીભાઈ ચૌહાણના ભત્રીજા, સ્વ. જમનાબેન બેચરજી ગોહિલ અને રશ્મિબેન ચંદ્રકાંત સોલંકીના બનેવી, બંશીબા જિગરાસિંહ પઢિયારના ફુઆ તા. 21-11-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 24-11-2025ના બપોરે 4થી 5, પડદાભિટ્ટ હનુમાન મંદિર - ભુજ ખાતે. 

માધાપર (તા. ભુજ) : વિનોદકુમાર દયાશંકર રાવલ (ઉ.વ. 60) તે સ્વ. પુષ્પાબેન દયાશંકરના પુત્ર, સ્વ. રમેશભાઇ, ગં.સ્વ. કાંતાબેન, સ્વ. અનસૂયાબેન, જયાબેનના ભાઇ, ધીરજલાલભાઇ (આમરડી), પરસોત્તમભાઇ (સિનોગ્રા)ના સાળા, દિનેશ (લાલો)ના મામા, સ્વ. લક્ષ્મીબેન જયશંકર ભટ્ટના દોહિત્ર, સ્વ. વિજયાબેન લાભશંકરના ભત્રીજા, સ્વ. હસમુખરાય, સ્વ. અરુણકુમાર, સ્વ. દિલીપકુમાર, સ્વ. હર્ષદરાય, સ્વ. તરૂલતાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઇ, સ્વ. નિરૂપમાબેન, ગં.સ્વ.  જયશ્રીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. ઉષાબેનના દિયર, હિમાંશુભાઇ જિતેન્દ્ર (પા.પુ.), જિગર, હાર્દિકના કાકા તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-11-2025ના સોમવારે સાંજે 4થી 5 બારલા મંદિર પોલીસચોકીની સામે, માધાપર જૂનાવાસ ખાતે.

લુડવા (તા. માંડવી) : ભાણબાઇ શિવદાસ દિવાણી (ઉ.વ. 73) તે સ્વ.  શિવદાસ રામજી દીવાણીના પત્ની, અમૃતલાલ, શાંતિલાલ, જિતેન્દ્રના માતા, ઉર્મિલાબેન, પ્રભાબેન, રીનાબેનના સાસુહાર્દિક, અવની, ઓમ, હર્ષ, નૈતિકના દાદી, અન્નપૂર્ણા અને રાહુલ પરવડિયા (ગઢશીશા)ના દાદીસાસુસ્વ. મેઘજી ધનજી ભગતના પુત્રી, સોમજીભાઈ, રતનશીભાઈ, પરબતભાઈ, પ્રેમજીભાઈ (દરશડી)ના બહેન તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-11-2025ના રવિવારે સવારે 8.30થી 11.30 અને સાંજે 3થી 5 લુડવા પાટીદાર સમાજવાડી ખાતે. 

મઉં (તા. માંડવી) : અદ્રેમાન હુસેન ચાકી (ઉ.વ. 85) તે હાજી (મઉં), ઇસ્માઇલ (ભુજ)ના પિતા, સુલેમાન (ઝરપરા), સતાર (ગોધરા), હુસેન (રતડિયા)ના સસરા, હાજી અને અબ્દુલા (કેરા)ના કાકા, જેનીલ, સરફરાજ, જુબેર, રીજવાનના દાદા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-11-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન કટ્રોરીવાસ, મઉં મોટી ખાતે. 

કુંદરોડી (તા. મુંદરા) : હાલેપોત્રા હમીદાબેન કાસમ (ઉ.વ. 47) તે ઈકબાલ અને સલીમના ભાભી, ઈરફાન, ઈમ્તિયાઝના માતા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 24-11-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંદરોડી મધ્યે. 

ભદ્રેશ્વર (તા. મુંદરા) : ભરતભાઇ હીરજી મોતા (રાજગોર) (ઉ.વ. 60) તે સ્વ. વેલબાઇ હીરજી મોતાના પુત્ર, જયેષ્ઠાબેનના પતિ, જુગલ, અવિનાશના પિતા, વંદનાબેન, રિદ્ધિબેનના સસરા, જવાહરલાલ હીરજી મોતાના ભાઇ, જયાલક્ષ્મીબેનના દિયર, જગદીશભાઇ, ગીતાબેનના કાકામાલતીબેન, મનોજભાઇના કાકા સસરા, મિત્તાલીબેન પારસભાઇ શિણાય (બિદડા), અંજનાબેન નિકુંજભાઇ નાકર (મુંદરા), અંજલિબેન, મીતભાઇ શિણાય (અંજાર), ઇશા, કાસ્વી, હર્ષિવ, વેદાંશીના દાદા, રિયા જૈમિન ગાંધી, હેન્સી, પ્રિશાના નાના, લીલાવંતીબેન લક્ષ્મીદાસ જટાશંકર અજાણી (મૂળ રામાણિયા, હાલે ભુજપુર)ના જમાઇ, દિનેશભાઇ, હિતેશભાઇના બનેવી, રક્ષાબેન, ભારતીબેનના નણદોઇ, જીનલબેન કમલેશભાઇ, જાનવીબેન રીઝલભાઇ, બ્રિજેશ, મીરા, રાજના ફુવા તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની સાદડી તા. 24-11-2025ના બપોરે 4થી 5 રાજગોર સમાજવાડી ભદ્રેશ્વર ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 24-11-2025ના બપોરે 2થી 3.30 નિવાસસ્થાને, ભક્તિનગર ભુજપુર ખાતે. 

સમાઘોઘા (તા. મુંદરા) : લુહાર શબનમબાનુ (ઉ.વ. 25) તે મામદશરીફના પુત્રી, અબ્દુલસતાર સિદ્દીક અને મામદહુસૈન સિદ્દીકના ભત્રીજી, અબ્બાસ, અજીજ, સબીર, ઈમ્તિયાઝ, ઇબ્રાહિમ, બસીર, ફિરોજ, સુલતાનના બહેન તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-11-2025ના સોમવારે સવારે 11થી 12 નિવાસસ્થાન, સમાઘોઘા ખાતે.

રવા (તા. અબડાસા) : પુણ્યાબા જાડેજા (ઉ.વ. 23) તે દિલુભા જાડેજાના પુત્રી, રણજિતસિંહ, જીલુભા, સંપતસિંહ, ભૂપતસિંહજીના ભત્રીજી તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. 

કોરિયાણી (તા. લખપત) : જાડેજા દિલાવરસિંહ ચંદ્રસિંહ (ઉ.વ. 32) તે ભરતસિંહ ડુંગરજી જાડેજાના પૌત્ર, બહાદૂરસિંહ નવલસિંહ, પ્રભાતસિંહ નવલસિંહ, ધર્મેન્દ્રસિંહ વિજયરાજસિંહ, કિશોરસિંહ ભરતસિંહ, હિતેશસિંહ ભરતસિંહ, પ્રવીણસિંહ રામસંગજીના ભત્રીજી, શક્તિસિંહ બહાદૂરસિંહ, મહેન્દ્રસિંહ બહાદૂરસિંહ, કૃષ્ણરાજસિંહ પ્રભાતસિંહના કાકાઇ ભાઇ, સોઢા જીવણજી જગમાલજી (કંકાવટી)ના જમાઇ તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 30-11-2025ના સાંજે અને તા. 1-12-2025ના ઘડાઢોળ (બારસ) ક્રિયા.

ધાવડા નાના (તા. નખત્રાણા) : હીરાબા મોમાયાજી જાડેજા (ઉ.વ. 75) તે મોમાયાજી કાનજીના પત્ની, સ્વ. કાનજી પચાણજીના પુત્રવધૂ, ભૂપતાસિંહ, સ્વ. નારણજી, ભીમજીના માતા, દિલીપાસિંહ, મહાવીરાસિંહ, મીતરાજાસિંહ, હાર્દિકાસિંહ, શિવમાસિંહના દાદીઋષિરાજાસિંહના પરદાદી તા. 21-11-2025ના અવસાન  પામ્યા છે. સાદડી નાના ધાવડા, ક્ષત્રિય સમાજવાડી ખાતે.

આધોઇ (તા. ભચાઉ) : વાઘેલા અમરાભાઇ રવા (ઉ.વ. 82) તે જીવીબેનના પતિ, સ્વ. કેશાભાઈ, સ્વ. રૂપાભાઈ, સ્વ. દલાભાઈ, સ્વ. માનણભાઈ, સ્વ. બેનાબેન, સ્વ. અનુબેનના ભાઈગેલાભાઈ, લાખાભાઈ, શામજીભાઈ, અરાવિંદભાઈ, સ્વ. રમેશભાઈના પિતા, હમીરભાઇ, ડાયાભાઈ, પારુબેન, મનજીભાઈસ્વ. બાબુભાઈના કાકા, રમણીક, પ્રેમજી, પ્રવીણ, કાનજી, ગીતાબેન, મણિબેન, જમનાબેન, ભીનાના મોટાબાપા, દીપક, હિતેશ, પીયૂષ, રોહિત, મયૂરી, શીતલ, રોહિત, હાર્દિક, વંદના, કોમલ, દિવ્યા, વંશિકા, કુસુમ, આરસી, પૃથ્વી, અશોક, ધારવી, મોહિત, દિયા, સ્નેહા, રીના, રંજન, ધ્રુવ, પ્રિતેશ, પિયુ, વિપુલ, પ્રકાશ, હેતલ, રેખાના દાદા, સ્વ. ગાવિંદભાઈ ચાવડા (વિજપાસર)ના જમાઈ તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. જાગપાટ તા. 24-11- 2025ના સોમવારે, લૌકિક ક્રિયા સવારે 7 કલાકે, સાંજે 6.30કલાકે પાટ તેમજ સંતવાણી નિવાસસ્થાન, આધોઈ જૂના ગામતળ, આધોઈ પાંજરાપોળની બાજુમાં, વાઘેલાવાસ, આધોઈ (તા. ભચાઉ) ખાતે. 

નલિયા (તા. અબડાસા) : સોતા અબ્દુલ મામદ (ઉ.વ. 50) તે મોહમ્મદહનીફ અને મોહમ્મદઓવેશના પિતા, કાસમના મોટા ભાઈ, મ. ઉમર જકરિયા, યુસુફ જાનીના કાકાઈ ભાઈ તા.22-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 24-11-2025ના સોમવારે સવારે 11થી 12 હિંગોરજા જમાતવાડી, નલિયા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : રીટાબા કાનજી સોઢા (ઉ.વ. 18) તે સતુભા, ખુમાનસિંહ, મંગળસિંહના પૌત્રી, ગુલાબસિંહ, બળવંતસિંહ, જીવુભા, હેમરાજસિંહ, વિરમજી, વિક્રમસિંહ, મહેન્દ્રસિંહના ભત્રીજી તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 25-11-2025ના મંગળવારે સવારે નિવાસસ્થાન પાનધ્રો ખાતે.

 કંડાય (તા. અબડાસા) : મૂળ વડગામ (ખંભાત)ના વાઘેલા રણજિતસિંહ અચરસિંહ (ઉ.વ. 65) તે સ્વ. અદેસંગ, હકુભા, વિક્રમસિંહ વાઘેલાના ભાઇ, લખધીરસિંહ વાઘેલા, પ્રિયંકાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (રસલિયા), રાજલબા વાઘેલા (કંડાય)ના પિતા, જાડેજા હરિસિંહ, ઇન્દ્રસિંહ, કિરીટસિંહ સામતજી જાડેજા (કંડાય)ના બનેવી તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22/23/24-11-2025ના ત્રણ દિવસ તથા ઉત્તરક્રિયા નિવાસસ્થાન, કંડાય ખાતે.

રાયધણપર (કાળા તળાવ) (તા. અબડાસા) : મંધરા મામધ હસન ઉર્ફે મીઠા (ઉ.વ. 75) તે હાજી ઓસમાણ, હાજી કાસમ, હાજી ઉમર તથા હાજી જુસબના બનેવી તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-11-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન, રાયધણપર (અબડાસા) ખાતે. 

Panchang

dd