ભુજ તા. 25 : ચેક પરતના
કેસમાં નખત્રાણા તાલુકાના વેશલપરના આરોપી ગૌતમ દેવચંદ વાલાણી (પટેલ)ને કોર્ટે તકસીરવાન
ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો મુજબ ભુજના હિંમતસિંહ બાલુભા જાડેજા પાસેથી આરોપી ગૌતમ દેવચંદ વાલાણી
(પટેલ) (રહે. વેશલપર, તા. નખત્રાણા)એ
મિત્રતાના સંબંધે નાણા ભીડના લીધે રૂા. 2,50,000 હાથ ઉછીના લીધા હતા, જે પેટે રૂા. 2.50 લાખનો ચેક
આપ્યો હતો. આ ચેક પરત ફરતાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કરતાં નલિયાના એડી. ચીફ જ્યુ.
મેજિસ્ટ્રેટ આસિફ આબીદહુસૈન ખેરાદાવાલાએ આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ
તથા ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો છે. ફરિયાદી તરફે નલિયાના ધારાશાત્રી
કિશોરગિરિ એ. ગોસ્વામી હાજર રહ્યા હતા.