• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

દિશાવિહોણી ટીમ ઈન્ડિયા પર સફાયાનો ખતરો

ગુવાહાટી, તા. 25 : દિશાવિહોણી અને નિસ્તેજ ટીમ ઇન્ડિયા પર કલીનસ્વીપનો ખતરો મંડરાયો છે. દ. આફ્રિકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં પ49 રનના હિમાલય સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં ચોથા દિવસની રમતના અંતે ભારતે 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. આથી હજુ પ22 રન પાછળ છે. આફ્રિકાને ઐતિહાસિક વિજય માટે આખરી દિવસે 8 વિકેટની જરૂર છે. તો ભારત પાસે એક માત્ર વિકલ્પ ડ્રોનો છે. જે માટે બુધવારના આખા દિવસની રમતમાં બેટિંગ કરવી પડશે. જો ભારતીય ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહેશે તો પણ આફ્રિકાનો શ્રેણી વિજય થશે કારણ કે તે હાલ 1-0થી આગળ ચાલી રહ્યંy છે. આમ તેંબા બાવૂમાની ટીમે અઢી દાયકા પછી ભારતમાં ટેસ્ટ શ્રેણી વિજય નિશ્ચિત કરી દીધો છે. જો કે, ભારતીય બેટરોના ફોર્મ અને માનસિકતાને જોતાં આખો દિવસ બેટિંગ શક્ય લાગતી નથી. ઘરઆંગણે કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયા આ વર્ષે બીજી ટેસ્ટ શ્રેણી ગુમાવશે. આ વર્ષે ટીમ ઇન્ડિયા ભારતમાં જ ન્યુઝીલેન્ડ સામે 0-3થી કારમી હાર સહન કરી ચૂકી છે અને હવે આફ્રિકાએ લપડાક મારી છે. 549 રનના વિજય લક્ષ્યાંક સામે ચોથા દિવસના અંતે સાઇ સુદર્શન 2પ દડામાં 2 રને અને નાઇટ વોચમેન કુલદીપ યાદવ 22 દડાનો સામનો કરી 4 રને નોટઆઉટ રહ્યા હતા. ઝાંખા પ્રકાશને લીધે રમત થોડી વહેલી બંધ રહી ત્યારે ભારતના 1પ.પ ઓવરમાં 2 વિકેટે 27 રન હતા અને પ22 રન પાછળ છે. બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (13) અને કેએલ રાહુલ (6) મૂર્ખામીભર્યા ફટકાના પ્રયાસમાં આઉટ થયા હતા. યાનસન અને હાર્મરે વિકેટ લીધી હતી. અગાઉ આજે દ. આફ્રિકાએ તેનો બીજો દાવ 78.3 ઓવરમાં પ વિકેટે 260 ડિકલેર કર્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 6 રને સદી ચૂકયો હતો. તેણે 180 દડામાં 9 ચોગ્ગા-1 છગ્ગાથી 94 રન કર્યા હતા. તેના આઉટ થવા સાથે આફ્રિકાને દાવ ડિકલેર કર્યો હતો. રિયાન રિકલટન 3, એડન માર્કરમ 29, ટોની ડિજોર્જી 49 રને અને કપ્તાન તેંબા બાવૂમા 3 રને આઉટ થયા હતા. વિયાન મુલડર 3પ રને નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 62 રનમાં 4 વિકેટ લીધી હતી. 1 વિકેટ સુંદરને મળી હતી.  

Panchang

dd